ઉદય રંજન/મૌલિક ધામેચા/અમદાવાદ :ધંધુકાના કિશન ભરવાડની હત્યાના તાર હવે અન્ય રાજ્યો સુધી લંબાયા છે. ધંધુકા હત્યા કેસમાં વધુ એક મૌલવીની અટકાયત કરાઈ છે. ગુજરાત ats ની ટીમે દિલ્હથી મૌલાનાની અટકાયત કરી છે, અને તેને દિલ્હીથી ગુજરાત લઈને આવા માટે રવાના થઈ છે. બીજી તરફ, ધંધૂકામાં યુવકની હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે બોટાદનું બરવાળા અને આણંદના તારાપુરમાં હિંદુ સમાજે બંધનું એલાન આપ્યુ છે.
કમરગની ઝેરીલા ભાષણો માટે કુખ્યાત
ધંધૂકાના કિશર ભરવાડ હત્યા કેસમાં મૂળ ઉત્તરપ્રદેશના મૌલવીની સંડોવણી બહાર આવી છે. ગુજરાત ATS મોડી રાતે મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. ગુજરાત ATSની ટીમે મધરાતે દિલ્હીમાંથી મૌલવીને ઉઠાવ્યો છે. દિલ્હીના મૌલવી કમરગની ઉસ્માનીને ATS ની ટીમે ઉઠાવ્યો છે. કમરગની તહેરીક-એ-ફરોગ-ઇસ્લામી નામનું સંગઠનનો સ્થાપક છે. ત્રિપુરામાં નવેમ્બરમાં રમખાણોમાં પણ આ મૌલાના 21 દિવસ જેલમા રહ્યો હતો. મૌલાના ઝેરીલા ભાષણ અને ઉશ્કેરણી માટે કુખ્યાત છે. તે ધર્મના નામે યુવાનોને ઉશ્કેરે છે. હજુ પણ અડધો ડઝન મૌલાનાઓ એજન્સીઓની રડારમાં છે. મૌલાના કમરગની ઉસ્માની ઉત્તરપ્રદેશના બારાબાંકીનો છે.
ધંધુકા કિશન ભરવાડની હત્યા મામલે તપાસ તેજ બની છે. પોલીસની તપાસમાં નવા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યુ કે, અન્ય લોકો પણ ટાર્ગેટ પર હતા. માઈન્ડ વોશ કરી આરોપીઓને ભડકાવવામાં આવ્યા હતી. જેમાં 4 મૌલવીઓની સંડોવણી પણ સામે આવી છે. ગુજરાત ATS દ્વારા આ મામલે વધુ ખુલાસાઓ કરવામા આવશે.
આ પણ વાંચો : ચીતરી ચઢે તેવી બીમારી, મહિલાની આંખમાંથી 40 ઈયળો નીકળી
બરવાળા અને તારાપુર ગામ બંધ
ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યાછે. આજે બોટાદનુ બરવાળા ગામ સજ્જડ બંધ છે. ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓએ બંધને સમર્થન આપ્યુ છે. તો બીજી તરફ આણંદના તારાપુર ગામમાં પણ બંધ પાળવામા આવ્યો છે. આરોપીને કડક સજા તે માંગ સાથે ગ્રામજનોએ બંધ પાળ્યો છે.
કિશન ભરવાડની હત્યા કેસમાં રોજે રોજ નહી પણ દર કલાકે નવા ખુલાસા થઈ રહ્યાં છે. અગાઉ બે આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ પછી અમદાવાદના એક મૌલાનાને પણ મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીઓની પુછપરછમાં એ સામે આવ્યુ કે કિશનની હત્યા પાછળ દેશ સાથે ગદ્દારી કરનાર આ મૌલાના છે. જેમના ભડકાઉ ભાષણોથી આરોપી પ્રેરિત થયા હતા.
આ પણ વાંચો : 5 વર્ષથી બંધ ગુજરાતની આ ફેમસ જગ્યા 6 ફેબ્રુઆરીથી મુસાફરો માટે ખૂલશે, પણ શરતો લાગુ
તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન.. એટલે કે, TLP.. આ એ સંગઠન છે જેમનો સીધો સંબંધ કિશન ભરવાડની હત્યા સાથે છે. આ એ સંગઠન છે જેનો વડો હતો ખાદિમ હુસૈન રિઝવી.. અને આ એ સંગઠન છે જેમને જન્મ તો ISIએ આપ્યો હતો પરંતુ એક સમયે ઈમરાનની ખુરશી માટે ખતરો બની ગયું હતું.
ધંધૂકામાં માલધારી યુવકની હત્યાની ઘટના સામે આક્રોશ ગુજરાતના એક એક જિલ્લા અને એક એક તાલુકામાં પ્રસરતો જઈ રહ્યો છે.. આ આક્રોશ માત્ર એક હત્યા સામે નહીં પરંતુ ધાર્મિક કટ્ટરપંથીનું દુષણ ફેલાવનારાઓ એવા તત્વો સામે છે જે ધર્મના નામે હિંસા પસંદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે