Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તમ કામગીરીનું ઉદાહરણ: બપોરે ૨-૪૧ એ હાઈવે બ્લોક થયાનો સંદેશ મળ્યો અને ૩-૦૪ એ હાઈવે પૂર્વવત કરાયો

જેના પગલે હાઈવે બ્લોક થઈ ગયો હતો. આ અંગેનો મેસેજ ધોલેરા (Dholera) તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલરુમ ખાતે મળ્યો હતો. સંદેશ મળતા “ટીમ ધોલેરા” સક્રિય બની.

ઉત્તમ કામગીરીનું ઉદાહરણ: બપોરે ૨-૪૧ એ હાઈવે બ્લોક થયાનો સંદેશ મળ્યો અને ૩-૦૪ એ હાઈવે પૂર્વવત કરાયો

ધોલેરા: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોલેરા (Dholera) તાલુકાની વહીવટીતંત્રની ટીમે તૌક્તે (Cyclone Tauktae) વાવાઝોડાના પગલે કોવીડ હોસ્પિટલ માટેના ઓક્સિજન પુરવઠાના સપ્લાયમાં ઉભા થયેલા વિઘ્નને ગણતરીની મિનિટોમાં જ દૂર કરી પ્રસંશનીય કામગીરી કરી છે. ધોલેરા વટામણ હાઈવે પર પીપળી ગામથી નજીક આવેલી બાપા સીતારામ હોટલ પાસે વીજળીનો હાઈટેન્શન વાયર તૂટી પડ્યો હતો. 

fallbacks

જેના પગલે હાઈવે બ્લોક થઈ ગયો હતો. આ અંગેનો મેસેજ ધોલેરા (Dholera) તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલરુમ ખાતે મળ્યો હતો. સંદેશ મળતા “ટીમ ધોલેરા” સક્રિય બની. અને ગણતરીની મિનિટોમાં જ હાઈવે પરની અડચણ દૂર કરી વાહન-વ્યવહાર પૂર્વવત કર્યો.

Cyclone Tauktae: જાણો વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ શું છે, સાણંદમાં 2ના મોત

આ અંગેની વિગતો આપતા ધોલેરા મામલતદાર ભગીરથસિંહ વાળા કહ્યું હતું કે : “ અમને બપોરે ૨-૪૧ કલાકે સંદેશ મળ્યો કે વીજવાયર તૂટી પડતા હાઈવે બ્લોક થઈ ગયો છે અને પરિણામે કોવીડ હોસ્પિટલ માટે ઓક્સિજન લઈ જતા બે ટ્રક અટવાયા છે. તરત જ અમે વિવિધ ટીમ સાથે સંકલન સાધી હાઈવે પરની અડચણ દુર કરી ગણતરીની મિનિટમાં જ હાઈવે પૂર્વવત કરી દીધો”  

આ સમગ્ર ઘટનાક્રમમાં તાલુકા વહીવટીતંત્રના  વિવિધ વિભાગો- માર્ગ-મકાન, યુજીવીસીએલ, વનવિભાગ અને પોલીસનો સક્રિય સહયોગ મળ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More