Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ‘દ્રશ્યમ’ ફિલ્મ જેવી હચમચાવતી ઘટના! ક્રૂર જનેતાએ પ્રેમીને પામવા અઢી વર્ષના બાળકની હત્યા કરી

જોકે, શુક્રવારે માતાએ હત્યાની કબૂલાત કર્યા બાદ આજે સવારે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ બાળકની હત્યા કરેલી લાશ મળી હતી. પોલીસ તપાસમાં માતાએ દ્રશ્યમ ફિલ્મ જોઈને તેના બાળકની હત્યા કરી લાશ ઠેકાણે પાડવાનું નક્કી કર્યું હતું. 

 ગુજરાતમાં ‘દ્રશ્યમ’ ફિલ્મ જેવી હચમચાવતી ઘટના! ક્રૂર જનેતાએ પ્રેમીને પામવા અઢી વર્ષના બાળકની હત્યા કરી

ચેતન પટેલ/સુરત: ડીંડોલી કરાડવા રોડ ખાતે નવી બંધાતી બિલ્ડીંગમાં માતા અને પુત્ર સાથે રહી મજૂરીકામ કરતી મૂળ છત્તીસગઢની મહિલાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી લાશ બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાં નાંખી ગુમ થયાની જાણ કરી પોલીસને ચકરાવે ચઢાવી હતી. જોકે, શુક્રવારે માતાએ હત્યાની કબૂલાત કર્યા બાદ આજે સવારે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ બાળકની હત્યા કરેલી લાશ મળી હતી. પોલીસ તપાસમાં માતાએ દ્રશ્યમ ફિલ્મ જોઈને તેના બાળકની હત્યા કરી લાશ ઠેકાણે પાડવાનું નક્કી કર્યું હતું. 

fallbacks

વલસાડના ધરમપુરમા આભ ફાટ્યું! 7 ઈંચ વરસાદથી હાહાકાર, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો

સુરતના ડિંડોલી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવા બંધાતા લેકસીટી રેસીડેન્સીમાં છેલ્લા બે વર્ષથી માતા સુમનબેન અને અઢી વર્ષના પુત્ર વીર ઉર્ફે ભોન્દુ સાથે રહી ત્યાં ચણતરનું કામ કરતી મૂળ છત્તીસગઢની 22 વર્ષીય નયના સુખનંદન મંડાવીએ ગત 28 જૂને ડીંડોલી પોલીસ મથકમાં જાણ કરી હતી કે, તેનો પુત્ર 27મીએ બપોરે રમતા રમતા ગુમ થઈ ગયો છે. ડીંડોલી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ ચુડાસમા અને પીએસઆઇ મસાણી અને સટાફના માણસો દ્વારા શોધખોળ શરુ કરી હતી કારણ કે બાળક નાનું હતું. 

અમદાવાદમાં ફરી છવાયો વરસાદી માહોલ; આ વિસ્તારોમાં જતા હોય સાવધાન, પાણી ભરાયા

જેથી ગંભીરતાથી લઈ પોલીસ કામે લાગી હતી. બે દિવસ સુધી પોલીસે રાત દિવસ એક કરી શોધખોળ કરી છતાં બાળક મળ્યું નહોતું. બાદમાં પોલીસે પોતાની અસલી રૂપમાં જોવા મળી. જોકે, પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી નયનાના પુત્રના અપહરણ અંગે પોલીસને નયના પર જ શંકા હતી અને તેની ઉલટ તપાસ કરતા શરૂઆતમાં તેણે પોલીસને ચકરાવે ચઢાવ્યા બાદ ગતરોજ પુત્રની ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી. 

ઓ બાપ રે! અતિભારે વરસાદથી લઈને ગુજરાતમાં પૂરની શક્યતા! જાણો અંબાલાલ પટેલની ભયાનક આગા

જોકે, ત્યારબાદ પણ તેણે બાળકની લાશ ક્યાં છુપાવી છે તે અંગે ચોક્કસ જગ્યા નહીં બતાવી ફરી પોલીસને ચકરાવે ચઢાવી હતી. બાદમાં આજે સવારે અઢી વર્ષીય પુત્રની લાશ તે જ્યાં રહે છે તે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ મળતા પોલીસે લાશ કબજે કરી હત્યાના કારણ અંગે નયનાની પુછપરછ હાથ ધરી છે. પહેલા તો માતા અલગ અલગ દિશાઓમાં પોલીસને ફેરવી રહી હતી કે તળાવમાં નાખ્યું છે પછી કે અહીં દાટ્યું છે. તેમ કરીને પોલીસને ગેરમાર્ગે દોરતી રહી. જેથી પોલીએ JCB દ્વારા ખોદીને પણ બાળકના મૃત દેહની શોધખોળ કરી છતાં બાળક મળ્યું નહોતું. બાદમાં પોલીસે વધુ શક્ત થતા માતા સાચી હકીકત ઉકેલી હતી. સુરતની અંદર પ્રથમ આવી ઘટના સામે આવી છે જેની અંદર એક ક્રૂર માતાએ પોતાના પ્રેમીને પામવા માટે પોતાના દીકરાને મોતને ઘાટ ઉતારી અને બોડી ન મળે તે માટેના પ્રયત્ન કર્યા હતા. 

હાશ! આખરે બરોડા ડેરીના વહીવટનો કકળાટ શાંત; ફરી સેન્સ પ્રક્રિયામાં દિનુ મામા ચર્ચામાં

મહત્વની વસ્તુ એ છે કે આ માતાએ પોલીસને સતત પાંચ દિવસ સુધી ગોળ ગોળ ફેરવી પોતાના દીકરાની બોડી કયા સંતાડી છે તે બતાવી રહી હતી નહોતી, જ્યારે ડોગ સ્કોર દ્વારા પણ જે વિસ્તારમાંથી બાળક ગુમ થયું હતું ત્યાં તપાસ કરતા ડોટકોમ દ્વારા પણ રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે જે કન્ટ્રક્શન સાઇડ ઉપરથી બાળક ગુમ થયું છે. તેની બહાર બાળક ગયું નથી તેઓ ઇશારો પણ કર્યો હતો. આ તમામ સંખ્યાઓના આધારે બાળકના હત્યારી માતા સુધી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં માતાએ દ્રશ્યમ ફિલ્મ જોઈને તેના બાળકની હત્યા કરી લાશ ઠેકાણે પાડવાનું નક્કી કર્યું હતું.

Vande Bharat Express: અમદાવાદ-જોધપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, જાણો કયો રહેશે રૂટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More