રાજકોટ : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. સૌરાષ્ટ્રમાં 1થી માંડીને 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે ઠેરઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. તેમજ ગુજરાતના દરિયામાં હાઇટાઇડની સ્થિતી જોવા મળતા વલસાડમાં લાંગરેલી બોટો જાફરાબાદ પહોંચી ગઇ હતી. વલસાડમાં લાંગરેલી સમુદ્રી બોટ ગાંડાતુર બનેલા સમુદ્રમાં પત્તાની માફક ફંગોળાવા લાગી હતી. આખરે જાફરાબાદ બંદરે પહોંચી છે. જાફરાબાદના માછીમારોએ આ તમામ હોડીઓને ખેંચીને કિનારે ફરી એકવાર લાંગરી છે.
સસરા પુત્રવધુના કપડા લઇ ગયા, પુત્રવધુને લાગ્યું કે તેના શરીર પર જીવડ ફરે છે અને પછી...
ગોંડલ તાલુકાના ખડવંથલી ગામે વહેલીસવારથી જ વરસાદ ચાલુ થતા હાલમાં અત્યારે પાણી વધવામાં છે. ગામમાં પાણી ભરાતા ગુજકેટના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી શક્યા નથી. હાલ આ ગામની સ્થિતી વિપરિત છે. આ ઉપરાંત વેકરી ગામમાં પણ પુરના પાણી ઘુસી ગયા છે. જેથી તે બેટમાં ફેરવાયું છે.
સસરા પુત્રવધુના કપડા લઇ ગયા, પુત્રવધુને લાગ્યું કે તેના શરીર પર જીવડ ફરે છે અને પછી...
ગોંડલમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા સ્થિતી વિપરિત બની છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વેરી તળાવ 4 ફુટે ઓવરફ્લો થતા ગોંડલી નદી ગાંડીતુર બની છે. તત્ર દ્વારા તમામ લોકોને ચેતવવામાં આવ્યા છે. ગોંડલના ત્રાકુડા ગામે બે મકાન ધરાશાયી થયા છે. લાઠીના છભાડીયા ગામે મકાનની દીવાલ ધરાશાયી થઇ છે. કાચા મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે