મૌલિક ધામેચા, ગાંધીનગરઃ હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. આજે રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. જો હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ વધે તો સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. પૂર્વ દિશામાં જ્યોતનો ઉદય ધર્મ અને સંસ્કારોનો ઉદય સૂચવે છે. આજે હોળીની જ્વાળા જોઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
આજે રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી છે. અંબાલા પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસું સારૂ રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે.
આ પણ વાંચોઃ હવે પેપર લીક કરનારને થશે આકરી સજા, બિલને રાજ્યપાલે આપી મંજૂરી, આજથી કાયદો લાગૂ
ચોમાસા દરમિયાન અન્ય વિઘ્નો આવશે
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાનું પ્રમાણ વધશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. તેમણે કહ્યું કે, એકંદરે વર્ષ સારૂ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે, હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી નથી.
અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. અંબાલાલ પટેલે કહ્યું કે ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમામ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જેની અસર અન્ય લોકો પર પણ થાય છે.
આ પણ વાંચો- રાજ્યના 20 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, કેટલીક જગ્યાએ કરા પડ્યા, ખેડૂતો ચિંતામાં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે