Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલી જિલ્લાના2.26 લાખ APL-1 કાર્ડધારકોને આજથી અનાજનું વિનામૂલ્યે વિતરણ

જથ્થો મેળવતા સમયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સારૂ સોશીયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે 
 

અમરેલી જિલ્લાના2.26 લાખ APL-1 કાર્ડધારકોને આજથી અનાજનું વિનામૂલ્યે વિતરણ

અમરેલીઃ અમરેલી જિલ્લાના 2.26 લાખ જેટલા NON-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને તા.13 થી તા.17 એપ્રિલ સુધીમાં વાજબી ભાવની દુકાનેથી રેશનકાર્ડ દિઠ ઘઉં-10 કી.ગ્રા., ચોખા-3 કી.ગ્રા., ખાંડ -1 કિ.ગ્રા. તથા ચણા દાળ-1 કિ.ગ્રા.નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

fallbacks

NON-NFSA APL-1 રેશનકાર્ડ ધારકો પૈકી જે કાર્ડધારકના રેશનકાર્ડનો છેલ્લો અંક-1 અથવા-2 હોય તેમણે તા.13/4/2020 ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-3 અથવા-4 હોય તેમણે તા.14/4/2020 ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-5 અથવા-6 હોય તેમણે તા.15/4/2020 ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-7 અથવા-8 હોય તેમણે તા.16/4/2020 ના રોજ તેમજ જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-9 અથવા-0 હોય તેમણે તા.17/4/2020 ના રોજ અનાજનો જથ્થો મેળવવા સારૂ વાજબી ભાવની દુકાને જવાનું રહેશે.

વધુમાં અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ NON-NFSA APL-1 રેશનકાર્ડ ધારક ઉપરોકત જણાવ્યા મુજબની તારીખોમાં જથ્થો મેળવી ન શકે તો તેઓએ તા.18/4/2020ના રોજ જથ્થો મેળવવાનો રહેશે. જથ્થો મેળવવા સારૂ રેશનકાર્ડ ધારકોએ કાર્ડદિઠ એક જ વ્યકિતએ જવાનું રહેશે. તેમજ જે વ્યક્તિ અનાજનો જથ્થો મેળવવા જાય તેમણે ઓરીજનલ રેશનકાર્ડ તથા આધારકાર્ડ બિનચુક સાથે લઈ જવાના રહેશે. જથ્થો મેળવતા સમયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સારૂ સોશીયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા સહી કરવા સારૂ દરેક લાભાર્થીઓએ બોલપેન સાથે રાખવાની રહેશે.

વડોદરામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, કુલ સંક્રમિતોની સંખ્યા 102

જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા APL-1 રેશનકાર્ડ ધારક તરીકે મળનાર રાશનનો જથ્થાની રેશનકાર્ડ ધારકને જરૂર ન હોય તો ખરેખર જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવા આ જથ્થો સ્વેચ્છાએ જતો કરવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક લાભાર્થીએ બિનજરૂરી ભીડ ટાળી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ તાકીદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More