Home> Gujarat
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં ફૂંક્યા નવા 'પ્રાણ'! ‘સંગઠન સર્જન અભિયાન’ હેઠળ નિરીક્ષકોને સોંપાઈ જિલ્લાની જવાબદારી

કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર એવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અતંર્ગત નિરીક્ષકોને જિલ્લા સોપ્યા છે.

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં ફૂંક્યા નવા 'પ્રાણ'! ‘સંગઠન સર્જન અભિયાન’ હેઠળ નિરીક્ષકોને સોંપાઈ જિલ્લાની જવાબદારી

Gujarat Congress: ગુજરાતમાં કૉંગ્રેસના સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધી મેદાને આવ્યાં છે. રાષ્ટ્રીય અધિવેશન પછી તરત જ રાહુલ ગાંધી અમદાવાદના પ્રવાસે છે. મંગળવારે બપોરે ત્રણ વાગે અમદાવાદ એરપોર્ટથી ગાંધી પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પહોંચ્યા હતાં. જ્યાં સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના એકેય નેતાને સ્ટેજ પર સ્થાન અપાયું નહોતું. રાહુલ ગાંધીના કડક તેવર જોઈ માત્ર હોદ્દો ભોગવતાં નેતાઓ કફડી ઉઠયા હતાં.

fallbacks

રાજકોટ સિટી બસ અકસ્માતનો LIVE વીડિયો! જોઈને છૂટી જશે પરસેવો, ડ્રાઈવર નશામાં હોવાનો..

આજે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અતંર્ગત નિરીક્ષકોને જિલ્લા સોંપી દેવામાં આવ્યા છે. જી હા...એઆઇસીસીના નિરીક્ષકોને જિલ્લાની જવાબદારી સોંપાઈ ગઈ છે. એક AICC ના સિનિયર નેતા સાથે 4 પ્રદેશ નિરીક્ષકની ટીમની નિમણૂંક કરવામાં આવી છે. 

સીટી બસ બની યમદૂત..! ઇન્દીરા સર્કલ પાસે 6 લોકોને અડફેટે લીધા, 3ના મોત 3 ઇજાગ્રસ્ત

23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકો પોતપોતાના જિલ્લામાં જશે.  જેમાં કચ્છ જિલ્લા માટે નિઝામુદીન કાદરી, સુરેન્દ્રનગરમાં કુલદિપ રાઠોડને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ રીતે મોરબીમાં બી વી શ્રીનિવાસ, રાજકોટ જિલ્લામાં હરીશ મીણા અને શહેરમાં ડો બિરલાપ્રસાદ, જામનગર જિલ્લામાં સંપતકુમાર અને શહેર માટે ઇમરાન મસુદ્દને જવાબદારી, દ્વારકામાં બલરામ નાઈક પોરિકા, પોરબંદરમાં રાજેશ તિવારી, ગીરસોમનાથમાં બાબુલાલ નાગર, જૂનાગઢ જિલ્લામાં ધીરજ ગુર્જર અને શહેરમાં અભિષેક દત્તને જવાબદારી સોંપવામાં આવી છે.

આ છે આપણું પાણીદાર ગુજરાત! લગ્નના દિવસે દુલ્હન શણગાર સજવાનું મુકી પાણી ભરવા મજબૂર 

અમરેલીમાં જગદીશ જાંગીડ, ભાવનગ જિલ્લામાં ભજનલાલ જાટવ અને સિટીમાં પ્રિવરસિઘને જવાબદારી, અમદાવાદ જિલ્લામાં મણીક્કમ ટાગોર અને શહેરમાં બી કે હરિપ્રસાદ, બોટાદમાં અજયકુમાર લલ્લુને જવાબદારી, ગાંધીનગર જિલ્લામાં આર સી ખૂંટિયા અને શહેરમાં ચેલ્લાવામસી ચંદરેડ્ડી, મહેસાણામાં નીરજ ડાંગી, પાટણ સૂરજ હેગડે, સાંબરકાંઠા પ્રકાશ જોષી, અરવલ્લી ડો શિવકુમાર, બનાસકાંઠા સુખદેવ ભગત, દાહોદમાં અર્જુન બાંભણીયા, પંચમહાલ બી એમ સંદીપ, મહિસાગર અમીન કાગઝી, ખેડા ગિડુગુ રુદ્ર રાજુ, આણંદ વિજેન્દ્ર સિંઘલા, વડોદરા જિલ્લામાં કુલદિપ ઇન્દોરા અને શહેરમાં હરીશ ચૌધરીને જવાબદારી સોંપાઈ છે.

બંગલા-એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે માઠા સમાચાર; મેઇન્ટેનન્સ ચાર્જ પર વસૂલાશે GST

આ રીતે છોટા ઉદેપુર અસલમ શેખ, ભરૂચમાં સંજય દત્ત, નર્મદા ગિરીશ સોલંકર, સુરત જિલ્લા મિનાક્ષી નટરાજન અને શહેરમાં બાળાસાહેબ થોરાટ, તાપીમાં કેસી પડવી, નવસારીમાં પ્રફુલ પાટીલ, વલસાડ પ્રણીતિ શિંદે, ડાંગમાં મનીષા પવારને જવાબદારી સોંપાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More