રવિ અગ્રવાલ/વડોદરા: દેશમાં કોઈ પણ ચૂંટણીમાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવવા ચૂંટણી પંચ ધ્વારા કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ વડોદરામાં રાજયમાં પ્રથમ વખત મતદાન જાગૃતિ માટે દિવ્યાંગ મતદારો માટે એક એવો કાર્યક્રમ કરવામાં આવ્યો જેના કારણે દિવ્યાંગ મતદારોની ટકાવારી વધી જશે.
ચૂંટણી પંચ ધ્વારા દિવ્યાંગો માટે પર્સન વીથ ડિસએબીલીટી (પીડબલ્યુડી) એપ લોન્ચ કરવામાં આવી છે. પીડબલ્યુડી એપથી દિવ્યાંગ મતદારોએ જો મતદાર યાદીમાં નોંધણી ન કરી હોય તો તેવો નોંધણી કરાવી શકે છે. સાથે જ દિવ્યાંગ મતદારોને મતદાન સમયે વ્હીલ ચેર, મતદાન મથકની માહિતી, દિવ્યાંગોના ઘરેથી મતદાન મથક સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવા તેમજ દિવ્યાગોને મતદાનને લઈ માર્ગદર્શન એપના ધ્વારા મળી શકશે.
વડોદરા કલેકટર શાલિની અગ્રવાલે કહ્યું કે રાજયમાં પ્રથમ વખત દિવ્યાગોને એપથી માહિતગાર કરાયા સાથે જ મતદાન માથે દિવ્યાંગોને જાગૃત કરાયા.. જેના કારણે દિવ્યાંગોની મતદાર ટકાવારી વધારી શકાય. વડોદરાના પેન્શનપુરાના સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં વડોદરામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગોએ હાજરી આપી.
એનજીઓ અને વિવિધ સંસ્થાઓના લોકોએ પણ હાજરી આપી. દિવ્યાંગોએ કહ્યું કે, પ્રથમવાર દિવ્યાંગોને જાગૃત કરવા માટે વડોદરામાં કાર્યક્રમ યોજાયો...દિવ્યાંગોને શેરી નાટક યોજી જાગૃત કર્યા. દિવ્યાંગ મતદારોને જાગૃત કરવાથી ચોકકસથી દિવ્યાંગ મતદાનની ટકાવારી વધશે.
ચૂંટણી પંચ અત્યારસુધી મોટાભાગે સામાન્ય મતદારોને જ જાગૃત કરવાના કાર્યક્રમો યોજે છે. પરંતુ દિવ્યાંગો કે સ્પેશીયલ મતદારો સામે નહીવત ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે વડોદરા ચૂંટણી પંચ ધ્વારા દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ ખરેખર અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે