Mahisagar News : ડીજે આપણા શરીર માટે કેટલું ઘાતક છે તેનો ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરમાં લગ્નપ્રસંગમાં વાગેલા ડીજેએ વરરાજાનો પ્રસંગ બગાડ્યો. મહીસાગરના કડાણામાં ડીજેના પ્રચંડ અવાજથી ઘોડેસવાર વરરાજાના મગજની નસ ફાટી ગઈ. ઘોડા ઉપર બેભાન વરરાજા જાન છોડીને હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહિસાગરના કડાણા ખાતે ડીજેના પ્રચંડ અવાજથી વરરાજાના મગજની નસ ફાટી ગઈ અને તે થોડા ઉપર જ બેભાન થઈ ગયો હતો. આ ઘટનાથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. લગ્નની ચોરીમાં પોતાની વાગ્દતા સાથે સાત ફેરા ફરવાના બદલે વરરાજા અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. તો વાગ્દત્તા પણ હોસ્પિટલમાં વરરાજાની સેવામાં જોડાઈ ગઈ હતી.
આજકાલ પ્રસંગોમાં ડીજેની બોલબાલા વધી ગઈ છે. ડીજે વગર પ્રસંગો થતા નથી. તેમાં પણ મોટા અવાજથી ડીજે વગાડવામાં આવે છે. પરંતું ડીજેના સાઉન્ડની વિપરીત અસર થતી હોય છે. જેનો મોટો પુરાવો આ કિસ્સો છે.
ગણેશ ગોંડલ સામે રાજકુમાર જાટની બહેનનો નવો મોરચો, ભાઈને ન્યાય માટે શરૂ કર્યું અભિયાન
ડબલ્યુએચઓના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી તેજ મ્યુઝિક અને મોટા અવાજમાં રહેવાને કારણે 12 થી 35 વર્ષની વયના લગભગ 100 કરોડ લોકોને સાંભળવાની ક્ષમતા ઓછી થવાનું જોખમ છે. મોટા અવાજથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે.
ડીજેનો મોટો અવાજ કેટલો ખતરનાક?
WHOના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી ઉંચા અવાજે મ્યુઝિક અને મોટા અવાજના સંસર્ગને કારણે 12 થી 35 વર્ષની વયના લગભગ 100 કરોડ લોકોને સાંભળવાની ક્ષમતા ઓછી થવાનું જોખમ છે. તેજ અવાજથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર જો ડેસિબલનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો સાંભળવાની ક્ષમતાને અસર થઈ શકે છે એટલું જ નહીં, તેનાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઊભું થાય છે. માત્ર જુંજલાહટ અને ચીડિયાપણું જ નહીં, હૃદયની બિમારી પણ થઈ શકે છે.
તેજ સાઉન્ડથી કયા રોગોનો ખતરો?
બહેરાશ, માનસિક તણાવ, ચીડિયાપણું, માથાનો ગંભીર દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, અનિદ્રા, યાદશક્તિ કમજોર થવી, મગજનું હેમરેજ, કોઇ ચીજ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું, હાર્ટ એટેકનું જોખમ.
મિલકત દસ્તાવેજની નોંધણીમાં આવ્યો નવો નિયમ, આ નહિ કર્યું તો આવશે IT ની નોટિસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે