Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના 23 જિલ્લાનું પાણી છે હાનિકારક, કેન્સર થઈ જાય તેવું કેમિકલ પાણીમાં ફેલાયું

Gujarat Water Crises : કરોડો રૂપિયાના આંધણ પછી પણ ગુજરાતના પાણીમાં કોઈ જ ફર્ક પડ્યો નથી... ૩૩માંથી ૨૩ જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ મળ્યું, જેનાથી ગુજરાતીઓને કેન્સરનું જોખમ વધારે.. નાઈટ્રોજન યુક્ત કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી કચ્ચઘાણ
 

ગુજરાતના 23 જિલ્લાનું પાણી છે હાનિકારક, કેન્સર થઈ જાય તેવું કેમિકલ પાણીમાં ફેલાયું

Drinking Water Harmful : ગુજરાતમાં પાણીના તળ બહુ જ ઊંડા જઈ રહ્યાં છે. બેફામ રીતે ભૂગર્ભ જળનો ઉપયોગ ગુજરાતના અનેક જિલ્લાાઓમાં થઈ રહ્યો છે. લોકો મનફાવે તેમ ગુજરાતની ધરતીમાંથી પાણી ઉલેચી રહ્યાં છે. પરંતું એક અહેવાલ તમને આ પાણી ન પીવા મજબૂર કરી દેશે. પરંતું હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના અનેક શહેરના ભૂગર્ભ જળમાં નાઈટ્રેટનું પ્રમાણ મળી આવ્યું છે. આ પ્રમાણ કંઈ નાનું અમથુ નથી. ગુજરાતીઓને કેન્સર થઈ શકે તેટલું આ પ્રમાણ છે. 

fallbacks

આવું પાણી પીતા નહિ
ગુજરાતના 33 માંથી 23 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટ કન્ટાઈન્ટમેન્ટનું પ્રમાણ મળી આવ્યું છે. આ પ્રમાણ 45 મિલીગ્રામથી વધારે હોવાનો ભારત સરકારનો નવો રિપોર્ટ કહે છે. એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂપિયા ખર્ચીને જળસંચય અભિયાન ચલાવે છે. પરંતું તેમ છતાં ગુજરાતીઓના નસીબમાં ચોખ્ખુ અને સ્વચ્થ પાણી પીવાનું નથી. 

વાવાઝોડા જેવા પવન સાથે ગુજરાતમાં આવશે વરસાદ, અંબાલાલ પટેલની આ જિલ્લાવાળાઓને કડક ચેતવણી

શું કહે છે રિપોર્ટ
ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે એક રિપોર્ટમાં જાહેર કર્યું કે, વર્ષ 2018 માં ગુજરાતના 21 જિલ્લાઓ એવા હતા જેમાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે હતું. તે વર્ષ 2020 માં વધીને 23 જિલ્લા થઈ ગયા છે. એટલે કે, 33 માંથી 23 જિલ્લાઓનું પાણી પીવાલાયક નથી. આ જિલ્લાના ભૂગર્ભજળના પાણીમાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે છે. પાણીમાં નાઈટ્રેટ મળી આવવાનું કારણ ખેતીમાં કૃત્રિમ નાઈટ્રોજનયુક્ત ખાતરનો વધારે પડતો ઉપયોગ, અને પીવાના પાણીમાં ગટરના પાણીનું ભળી જવાનું છે. 

નાઈટ્રેટયુક્ત પાણીથી શું થાય
આવું પાણી પીવાથી માણસોને બહુ જ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. નાઈટ્રેટવાળું પાણી પીવાથી ગેસ્ટ્રીક કેન્સર, હાઈપર ટેન્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો આ પાણીથી ખોડખાંપણવાળા બાળકો પણ થઈ શકે છે. આવા પાણીથી હાર્ટ, ફેફસાંની સમસ્યા ધરાવતા નાગિરકોને વધુ બીમારી આવવાની શક્યતા છે. 

પાટીદાર અનામત આંદોલનની મોટી ખબર, પરત ખેંચાયા તમામ કેસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More