Home> Gujarat
Advertisement
Prev
Next

શું તમને ખબર છે વડનગરનો ભવ્ય ઈતિહાસ? આજે રાત્રે ડિસ્કવરી પર પ્રસારીત થશે “અનંત અનાદિ વડનગર”

આજે રાત્રે 9 વાગ્યે ડિસ્કવરી ઇન ચેનલ પર વડનગરના ઇતિહાસની વાત પ્રસારીત કરવામા આવશે. આજે ડિસ્કવરી ઈન ચેનલ પર વડનગરનો ઈતિહાસ જોવા મળશે. આ વાતની જાણ દેશવાસીઓને ખુદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

શું તમને ખબર છે વડનગરનો ભવ્ય ઈતિહાસ? આજે રાત્રે ડિસ્કવરી પર પ્રસારીત થશે “અનંત અનાદિ વડનગર”

ઝી બ્યુરો/મહેસાણા: મહેસાણા જિલ્લામાં આવેલ વડનગર કોઈ ઓળખનું મોહતાજ નથી. આપણા લોકલાડીલા પીએમ નરેન્દ્ર મોદીના કારણે આજે વડનગર વિશ્વના નક્શામાં એક આગવું સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, વડનગર અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ત્યારે આજે ડિસ્કવરી ઇન ચેનલ પર વડનગરના ઇતિહાસની વાત એક ડોક્યુમેન્ટરી તરીકે પ્રસારીત થશે. જી હા. પીએમ મોદીએ પણ ટવીટ કરીને વડનગરના ઇતિહાસ અને કલ્ચર વિષે જાણકારી આપતી આ ડોક્યુમેન્ટરીનો વિડીયો શેર કર્યો છે.

fallbacks

આજે રાત્રે 9 વાગ્યે ડિસ્કવરી ઇન ચેનલ પર વડનગરના ઇતિહાસની વાત પ્રસારીત કરવામા આવશે. આજે ડિસ્કવરી ઈન ચેનલ પર વડનગરનો ઈતિહાસ જોવા મળશે. આ વાતની જાણ દેશવાસીઓને ખુદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. ડિસ્કવરી ચેનલ પર એક ડોક્યુમેન્ટરીમાં વડનગરનો ઈતિહાસ જાણવા મળશે. વડનગરની સંસ્કૃતિ અને ઈતિહાસ પર દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી છે. રાત્રે નવ વાગ્યે એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે, વડનગર શહેરમાં અનેક પૌરાણિક અવશેષો આજે પણ સચવાયેલા છે, જે વડનગરના ગૌરવપુર્ણ ઇતિહાસને ઉજાગર કરે છે. વડનગર શહેરના આ ઐતિહાસિક પાસાથી દેશ અને દુનિયાને માહિતાગાર કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ અનંત અનાદિ વડનગર ડિસ્કવરી ચેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારત સહિત દુનિયાના પ્રાચીનતમ નગરોમાં વડનગરની ગણના થાય છે. 

ડિસ્કવરી ચેનલ પર પ્રસારીત થનાર “અનંત અનાદિ વડનગર”નો મુખ્ય કાર્યક્રમ તાનારીરી ગ્રાઉન્ડ અને શર્મિષ્ઠા તળાવ-એમ્ફી થિયેટર, હાટકેશ્વર મહાદેવ મંદિર, વડબારા પરા વિસ્તાર,બી.એન.હાઇસ્કુલ ગ્રાઉન્ડ કીર્તિ તોરણ, અમરથોળ દરવાજા મ્યુઝિમય અને પ્રેરણા સ્કુલ ખાતે કાર્યક્રમ યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More