Home> Gujarat
Advertisement
Prev
Next

ઉના સહિત દીવ અને ગીર ગઢડાના તબીબો હડતાળ જોડયા, 140 હોસ્પિટલો બંધ

50 જેટલા લોકોએ હોસ્પિટલમાં તોડફોડ કર્યા બાદ ડોકટર પર હુમલો કરી દેતા ડોકટરને રાજકોટ સારવારમાં લઇ જવાયો હતો

ઉના સહિત દીવ અને ગીર ગઢડાના તબીબો હડતાળ જોડયા, 140 હોસ્પિટલો બંધ

રજની કોટેચા, ઉના: બે દિવસ પહેલા ઉનાના કાણક બરડા પાટિયા પાસે ઇનોવા કાર ક્રેઇન સાથે અથડાય હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપ્જયું હતું. જ્યારે ત્રણ ગંભીર યુવાનોને ઉનાની ખાનગી ડોકટર વાઘસિયાની હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બે યુવકોના મોત થતા તેના પરિવારજનો અને કુંટબીજનોએ હોબાળો મચાવી દીધો હતો. 50 જેટલા લોકોએ હોસ્પિટલમાં તોડફોડ કર્યા બાદ ડોકટર પર હુમલો કરી દેતા ડોકટરને રાજકોટ સારવારમાં લઇ જવાયો હતો. રાજકોટ પોલીસે રાયોટિંગનો ગુનોહ નોંધી ઉના પોલીસને તપાસ સોંપી હતી.

fallbacks

વાંચવા માટે અહીં ક્લિક કરો: સરકાર એક પેપર ન સાચવી શકે તો લોકોને કેવી રીતે સાચવશે: હાર્દિક પટેલ

fallbacks

ઉનામાં તબીબ પર થયેલા હુમલાના તબીબ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શનિવારે ઉનાના તમામ ખાનગી તબીબોએ હુમલાને વખોડીયો અને SDM અને પોલીસને આવેદન પત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી. ઉનાના તમામ તબીબોએ શનિવારે હોસ્પિટલ બંધ રાખી હડતાળ કરતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારથી ઉનાની 80થી 100 જેટલી હોસ્પિટલો અનિચિત કાળ માટે હડતાળ પર ઉતર્યા હતા.

વાંચવા માટે અહીં ક્લિક કરો: લોકરક્ષક દળનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

fallbacks

ઉના બાદ રવિવારે સવારે દીવ ઉના અને ગીર ગઢડાના તમામ ખાનગી તબીબોની ઉનાની હરભોલે હોટેલ ખાતે બેઠક મળી હતી. આ બેઠક બાદ દીવ અને ગીર ગઢડાના તમામ ખાનગી તબીબો હડતાળમાં જોડાયા હતા. ડોકટરો માંગ કરી રહયાં છે કે આરોપીઓ ઉપર સખત કાર્યવાહી થાય. નહીતર આગામી સમયમાં અન્ય ડોકટરો પર પણ લોકો હુમલા કરશે. ઉના પોલીસ સામે પણ ડોકટર એસો.એ સવાલ ઉઠાવ્યો છે. હુમલા બાદ પોલીસ દ્વારા જોઈએ તેવો સહકાર ન મળ્યાનો આરોપ તબીબો લાગવી રહ્યાં છે. આમ ઉનાની 80 ગિરગઢડાની 15 અને દીવની 23 ખાનગી હોસ્પિટલોએ તમામ સેવાઓ બંધ કરી અનિચિત કાળની હડતાળ પર ઉતર્યા છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More