Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના: ઝાણું ગામમાં 2 મહિલાઓની કરી કરપીણ હત્યા, પોલીસના ધાડા ઉતર્યા...

કણભા વિસ્તારમાં આવેલ ઝાણું ગામમાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. બે મહિલાઓની હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના: ઝાણું ગામમાં 2 મહિલાઓની કરી કરપીણ હત્યા, પોલીસના ધાડા ઉતર્યા...

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં હત્યાનો સિલસિલો ફરીથી શરૂ થયો છે. ત્યારે અમદાવાદના કણભામાં ડબર મર્ડરની ઘટના સામે આવી છે. અમદાવાદના ઝાણું ગામમાં યુવકોએ 2 મહિલાઓની કરપીણ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ક્રાઈમબ્રાંચ અને એલસીબીની ટીમ દોડી આવી છે.

fallbacks

સમગ્ર દુનિયા કચ્છના રણની ચમક જોવા સજ્જ, 20 દેશોના ડેલીગેટ્સ આવશે, આ મુદ્દાઓ રહેશે...

fallbacks

કણભામાં આવેલા ઝાણુ ગામની સીમમાં બે મહિલાઓની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં અમદાવાદ ગ્રામ્યના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ ભૂવાલડી ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાઓ લાકડા કાપવા માટે ભૂવાલડીથી નિકળી હતી, પરંતુ ખુબ જ મોડું થયા બાદ પણ પરત ઘરે ન આવતા તપાસ કરવામાં આવી હતી. જેમાં બંને મહિલાઓની હત્યા કરેલી લાશ મળી હતી. તેમના શરીર પર તિક્ષ્ણ હથિયારના અનેક ઘા મારેલા હોવાનું જાણવા મળે છે. 

Jaya Kishori Networth: જયા કિશોરી એક કથા માટે લે છે આટલા રૂપિયા? નેટવર્થ જાણી ચોંકશો

પ્રાથમિક માહિતી પ્રમાણે, તક મહિલા ગીતાબેન ઠાકોર  અને મંગીબેન પ્રેમજી ઠાકોર લાકડા કાપવા માટે ખેતરની સીમમાં આવ્યા હતા. જ્યાં સમગ્ર ઘટના બની હતી. બપોર બાદ ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ખેતરના સીમમાં બંનેના મૃતદેહ મળતા પોલીસને જાણ કરાઈ છે. આ ઘટનાની જાણ થતાં જ કણભા પોલીસ , ક્રાઈમ બ્રાન્ચ અને LCBની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

ભૂવાલડી ગામ ખાતે રહેતી ગીતાબેન ઠાકોર અને મંગીબેન ઠાકોર એક જ ફળિયામાં રહે છે. તેઓ તેમના નિત્યક્રમ મુજબ રોજ લાકડા કાપવા માટે જાય છે. શુક્રવારે પણ તેઓ લાકડા કાપવા માટે ભૂવાલડી ગામથી નિકળ્યા હતા. આમ, રોજ તેઓ બપોર સુધીમાં લાકડા કાપીને પરત આવી જતા હોય છે. પરંતુ શુક્રવારે તેઓ લાકડા કાપવા માટે નિકળ્યા બાદ નિયત સમય થયો હોવા છતાં પરત ઘરે આવી ન હોવાથી પરિવારજનોને તેમની ચિંતા થવા લાગી હતી.

પરિવારજનોએ તેમને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હોય પરિવારજનો વધુ ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો તેમને શોધવા માટે નિકળ્યા હતા. શોધતા-શોધતા તેઓ કણભા વિસ્તાર નજીક આવેલા ઝાણુ ગામની સીમમાં પહોંચતા બંને મહિલાઓની લાશ મળી હતી. જેથી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા. તપાસ કરતા મહિલાઓના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More