અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત એમ.જે.લાઈબ્રેરીનું વર્ષ 2020-21 ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં એમ.જે. લાઈબ્રેરીના બજેટમાં ગત વર્ષ કરતા રૂ. 4 કરોડનો વધારો કરી રૂ.15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું છે. એમ.જે. લાઈબ્રેરીને સ્માર્ટ લાઈબ્રેરી તરીકે વિકસાવવામાં આવનાર છે, ત્યારે ગ્રંથપાલ દ્વારા આજે વર્ષ 2020-21 માટેનું રૂ.15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
નાગરિકતા સંશોધન કાયદો બિન બંધારણીય, હિંમત હોય તે JNUના વિદ્યાર્થી સામે કરે કાર્યવાહી
જેના માટે લાઈબ્રેરી તેમજ તેની સંલગ્ન શાખા અને ફરતી લાઈબ્રેરીમાં વાંચન સાહિત્ય માટે રૂ. 53.23 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, રચનાત્મક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે રૂ.67. 50 લાખ, લાઈબ્રેરીઓની સુરક્ષા અને સલામતી માટે સીસીટીવી કેમેરા સહિત રૂ.38 લાખની જોગવાઈ કરી છે. આ બજેટમાં યુવાનોનાં મિજાજને ધ્યાનમાં રાખીને વધારે ટેક્નોલોજી ફ્રેન્ડલી બનાવવા માટેની જોગવાઇઓ કરવામાં આવી છે.
ઉતરાયણને પગલે બોર, શેરડી અને જામફળની મબલખ આવક
આ ઉપરાંત સ્માર્ટ લાઈબ્રેરીના ભાગરૂપે કિઓસ્ક મશીન, વાઈફાઈ સુવિધા અને વેબ પોર્ટલ, વેબ ઓપેક અને પુસ્તકો ડિજીટાઈઝેશન સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ પ્રજ્ઞાચક્ષુઓ માટે ઉપલબ્ધ સાહિત્ય હવે ઓનલાઈન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે કોમ્પ્યુટર લેબની સુવિધા પુરી પાડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે