Ahmedabad News: રિટાયર્ડ IPS મયંકસિંહ ચાવડાની પત્નીને તેમના ડ્રાઈવરે શીલજમાં જમીન વેચવાની છે કહીને 18 લાખ રૂપિયા પડાવ્યા છે. રિટાયર્ડ IPSની પત્ની પાસેથી પૈસા લીધા બાદ ડ્રાઇવર ગોળ-ગોળ વાતો કરતો હતો. જ્યારબાદ IPS અધિકારીના પત્નીએ જમીન દલાલ સાથે ફોન પર સીધો સંપર્ક કરતા ડ્રાઈવરે જમીન માટે કોઈ પૈસા ન આપ્યા હોવાનું સામે આવ્યું છે.
રિટાયર્ડ IPSની પત્ની સાથે થઈ છેતરપિંડી
રિટાયર્ડ IPS મયંકસિંહ ચાવડાની પત્ની મીનલબા ચાવડા સાથે ડ્રાઇવરે જમીન વેચાણના નામે પૈસા પડાવી છેતરપિંડી આચરી છે. પોલીસ વિભાગમાં IG તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ IPS મયંકસિંહ ચાવડાના પત્ની મીનલબા ચાવડાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદ જણાવ્યું છે કે, 10 નવેમ્બર 2024ના રોજ તેમના ડ્રાઇવર ભાવિક પંચાલે તેમને કહ્યું હતું કે, શીલજ ખાતે જમીન 80,000 રૂપિયા વાર લેખે વેચવાની છે. જેથી, મીનલબાએ પતિ સાથે વાતચીત કરી ભાવિક પંચાલને કહ્યું હતું કે, જમીન કોણ અને ક્યારે વેચવાનું છે? ત્યારે ભાવિક પંચાલે દલાલ કેતુર ઠાકોરનું નામ આપ્યું હતું.
આ જિલ્લામાં ધૂળની ડમરીઓ માટે રહેજો તૈયાર, ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ!
જ્યારબાદ મીનલબાએ કેતુલ ઠાકોરને મળવાનું કહ્યું હતું. બાદમાં ભાવિક અને કેતુર મીનલબાને જમીન બતાવવા માટે લઈ ગયા હતા. જમીન જોયા બાદ ખાતરી કરીને મીનલબાએ જમીન ખરીદવા માટે હા પાડી હતી.
પૈસા લીધા બાદ ડ્રાઇવર ગોળ-ગોળ વાતો કરતો હતો
જ્યાર બાદ ડ્રાઈવર ભાવિક પંચાલે મીનલબાના ઘરે આવીને તેમને અને તેમના પતિ રિટાયર્ડ IPSને વાતોમાં લઈ જમીન વેચાઈ જશે તેમ કહીને ઉતાવળ કરાવી હતી. બાદમાં ટોકન પેટે 5 લાખ રોકડા અને ત્યારબાદ 13 લાખનો ચેક ડ્રાઈવરને આપવામાં આવ્યો હતો. આમ ડ્રાઈવર ભાવિકે કુલ 18 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ ભાવિકનો સંપર્ક કરીને જમીન બાબતે પૂછતા ભાવિક ગોળ-ગોળ વાત કરીને કહેતો હતો કે, ખેડૂતને મળાવીશ પરંતુ, 28 નવેમ્બરથી ભાવિકનો ફોન બંધ કરી દીધો હતો.
શું ખરેખર નજીક છે દુનિયાનો અંત... ઈસુએ કરી હતી કયામતના દિવસની ભવિષ્યવાણી!
દલાલનો સંપર્ક કરતા છેતરપિંડી થયાનું સામે આવ્યું
આખરે મિનલબાએ દલાલ કેતુર ઠાકોરનો સંપર્ક કર્યો હતો. દલાલ કેતુરે ફોન પર જણાવ્યું કે, તમે જમીન જોઈને ગયા ત્યાર બાદ ભાવિક તેમને મળ્યો પણ નથી અને કોઈપણ પૈસા આપ્યા નથી. જ્યારબાદ ડ્રાઈવર જમીન વેચાણના નામે 18 લાખ લઈ નાસી ગયો હોવાનું સામે આવતા મિનલબાએ ભાવિક પંચાલ વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે