તેજસ દવે/મહેસાણા: જિલ્લામાં ચોમાસા દરમ્યાન હવે મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગ્યો છે અને તેના કારણે મચ્છરજન્ય રોગ ફેલાય એવી દહેશત જોવા મળી રહી છે. આથી મચ્છરના ઉપદ્રવને ડામવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મચ્છરના લાર્વાની નાબુદી માટે ડ્રોનની મદદથી ઓર્ગેનિક લાર્વિસાઈડ છંટકાવના પાયલોટ પ્રોજેકટનો મહેસાણા જિલ્લાના વિસનગરથી પ્રારંભ કરાવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સેન્સર આધારીત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છરના ઉપદ્રવને ડામવા મહેસાણા જિલ્લાથી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે.
આ આધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગનું નિયંત્રણ કરવામાં આરોગ્ય વિભાગને સહાય મળશે.એટલે કે જે વિસ્તારોમાં ગ્રાઉન્ડ સર્વેલન્સ ટીમનું પહોંચવું મુશકેલ છે તેવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી સ્પ્રેનો છંટકાવ કરવામાં આવશે. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ખાનગી કંપની સહયોગ થી Artificial Intelligence / Machine Learning સેન્સર આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વે અને છંટકાવ માટેનો આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લા પંચાયત અને પ્રાઈમ યુએવી પ્રાઇવેટ લિમીટેડ કંપની દ્વારા પ્રાયોગિક ઘોરણે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેની સફળતાબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના સર્વે અને દવાઓના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે