ઝી મીડિયા/બ્યૂરો :મહેસાણાની દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના શાસનનો આખરે અંત આવ્યો છે. અશોક ચૌધરીની પેનલના 13 ઉમેદવારોની જીત થતા દૂધસાગર ડેરી (dudhsagar dairy) ને નવા શાસક મળ્યા છે. ખેરાલુ બેઠક પરથી ખુદ વિપુલ ચૌધરી (vipul chaudhary) નો કારમો પરાજય થયો છે. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. પરિવર્તન પેનલનો વિજય થયો છે. પરિવર્તન પેનલના અશોકકુમાર ચૌધરીનો ભવ્ય વિજય થયો છે. દૂધસાગરના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરી (ashok chaudhary) ફાઈનલ થયા છે. વિપુલ ચૌધરીની પેનલના બે સભ્યો જ જીત્યા, જ્યારે અશોક ચૌધરીની પેનલના 13 સભ્યો જીત્યા છે. ભાજપ સમર્થિત અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે. દૂધસાગર ડેરીના નવા ચેરમેન અશોક ચૌધરી બનશે.
ડેરીના સ્થાપક માનસિંહ પટેલના પુત્ર વિપુલ ચૌધરીની કારમી હાર થઈ છે. વર્ષો સુધી ડેરીના ચેરમેન રહેલા વિપુલ ચૌધરી પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપ લાગ્યા હતા. તેમની અટકાયત બાદ તેઓ જેલમાંથી આ ચૂંટણી લડી રહ્યા હતા. 15 બેઠકો પૈકી માત્ર વિજાપુરની બે બેઠકોને બાદ કરતાં બાકીની તમામ 13 બેઠકો પર અશોક ચૌધરી જૂથની પરિવર્તન પેનલનો વિજય થયો છે.
જ્યારે કલોલ-ગોઝારિયા બેઠક પર બે ઉમેદવારો વચ્ચે ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા, જેમાં પણ પરિવર્તન પેનલનાં જબુબેન ઠાકોરનો વિજય થયો હતો. ચૂંટણીમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો કડી, કલોલ, ખેરાલુ, ચાણસ્મા, પાટણ ,મહેસાણા, માણસા, વિસનગર તેમજ સમી-હારિજ અને સિદ્ધપુર- ઊંઝા બેઠક અને વિભાગ-2માં ખેરાલુ-વડનગર-સતલાસણા, માણસા અને વિસનગર બેઠક પર વિજય થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે