પ્રશાંત ઢીવરે/સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને ઉર્જા મંત્રી, જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં સમીક્ષા બેઠક યોજાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 4 લોકોના વરસાદના લીધે મોત નીપજ્યા છે. હાલ 3200થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. 353 લોકોના રેસ્ક્યુ કરી સલામતી સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાયતા કરવામાં આવી છે.
નવસારીમાં 'જળપ્રલય'! પૂર્ણા નદીએ વેર્યો વિનાશ, 10 ફૂટ સુધીના પાણી, હોસ્પિટલો ખાલી કર
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને લોકોને ભારે હાલાકી પડી છે. ખાસ કરીને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદે 4 લોકોનાં જીવ લીધા છે.સુરતમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં સર્ગેટ સર્કિટ હાઉસ જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણું દેસાઈએ જિલ્લામાં વરસાદના લીધે થયેલી હાલાકીની સમગ્ર માહિતી મેળવી હતી.
ગુજરાતની કઈ કઈ નદીઓમાં આવ્યું છે ઘોડાપૂર? આ નદી ગાંડીતૂર બનતા મહુવા-નવસારી પાણી પાણી
ઉર્જા મંત્રી કનુ દેસાઈએ પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.સુરત જિલ્લામાં સીઝનનો 75 ટકા વરસાદ પૂર્ણ થયો થઈ ગયો છે.જીલ્લામાં વરસાદના લીધે 4 લોકોના મૃત્યુ થયા છે.વરસાદના લીધે મૃત્યુ પામેલા ત્રણ લોકોને આર્થિક સહાયતા કરવામાં આવી છે.અન્ય એક મૃત્યુ પામેલા વ્યક્તિના પીએમ રિપોર્ટ આવ્યા બાદ સહાયતા પૂરી પાડવામાં આવશે.
ફટાફટ ઓફિસેથી ઘરે પહોંચી જજો! આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
અત્યાર સુધીમાં 3200 થી વધુ લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે. 4 હાજર હેક્ટરને પાણીની અસર થતાં બાગાયત વિભાગ દ્વારા કરવામાં સર્વે ની કામગીરી કરવામાં આવી છે સર્વે પૂર્ણ થયા બાદ રિપોર્ટ કરવામાં આવનાર છે. મહુવા ખાતે નદીમાં વધુ પાણી આવ્યું છે એને લઈને તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના ખેડૂતો મહિને કેટલું કમાય છે? દેશના તમામ રાજ્યોના ખેડૂતોની કમાણી જાહેર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે