Gujarat Rains: સમગ્ર દ્વારકા જિલ્લામાં અનરાધાર સતત ચાર દિવસ ખાબકેલા વરસાદે ધરતીપુત્રની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હોય તેમ ખેડૂત દ્વારા લેવામાં આવેલા પાકમાં સંપૂર્ણ નુકસાન થવા પામ્યું હોય તેવું જાણવા મળ્યું હતું. ખંભાળિયા પંથકમાં આશરે 400 થી વધુ વિઘાની જમીન પર શાકભાજીનો પાક લેતા ખેડૂતનો સંપૂર્ણ પાક નિષ્ફળ થયો હોય ખેડૂત દ્વારા લેવામાં આવેલ મરચી, મેથી ,ગુવાર ,મેથી ,કોબી ફુલાવર સંપૂર્ણ ધોવાઈ અને નાશ પામેલ હોય જેના કારણે ખેડૂતને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું. તો બીજી તરફ શાકભાજીની ઉપજ ના થતાં શાકભાજીનો ભાવ બજારમાં આસમાને ચડ્યા હોય લોકોને જીવન નિર્વાહ નિભાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળ્યા, ચૂંટણી લડે તેવી સંભાવના
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કેટલાક ખેતરોના પાકનું ધોવાણ ભાણવડ તાલુકાના નવાગામ, સઈદેવરિયા, સેવકદેવરીયા, મોરઝર, રાણપર, કાટકોલા, સાહિતના ગામમાં નુકસાન ક્યાંક ભારે વરસાદને કારણે તો ક્યાંક નદીઓ ના પાણી ખેતરમાં ફરી વળ્યાં ખેડૂતો થયા પાઈમાલ નદીના પાણી ખેતર ઉપર ફરી વળ્યા કપાસ મગફળી તુવેર સહિત શાકભાજીના પાક ધોવાયા છે જેથી આવનારા બે મહિના સુધી ગૃહિણીઓ ના બજેટ ખોરવાઈ શકે છે.
સોનું જોરદાર પછડાયું, ભાવ વધે તે પહેલા લઈ લેજો નહીં તો પસ્તાશો, જલદી ચેક કરો લેટેસ્ટ
શાકભાજી ના ખેતર ધોવાયાના કારણે આવનારા બે મહિના પછી શાકભાજી માર્કેટમાં આવી શકે તેમ છે ત્યારે ખેતરોમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા ત્યારે જમીન નું ધોવાણ થતા મગફળી જમીનમાંથી નીકળી ઉપર આવી ગઈ હતી કપાસ ની પણ એજ સ્થિતિ છે ત્યારે ખેડૂતોને એક વિઘમાં આઠથી પંદર હજાર જેટલો ખર્ચ આવ્યો છે સરકાર કંઈપણ સહાય કરે તે વ્યાજબી કરે તે પણ ખેડૂતોની માંગણી છે.
Android ફોન યુઝર્સ માટે Google લાવ્યું છે 5 શાનદાર ફીચર્સ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીના આંકડા મુજબ દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે મગફળી કપાસ સોયાબીન શાકભાજી અને ઘાસચારોનો પાક લેવામાં આવે છે. જે મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1,93, 457 હેક્ટર જમીન માંથી 49325 હેક્ટર જમીન પર વાવેતર કરવામાં આવ્યું હતું.
ગણપતિજીના આ 3 મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત, પૂજા કરનારની મનોકામના 100 ટકા થાય પુરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે