Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: બોગસ કોલસેન્ટર શરૂ કરી ડોલરમાં કરતા કમાણી બે લોકો઼ ઝડપાયા

શહેર માંથી વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયુ છે. અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં ધાબા પર ચાલતું કોલસેન્ટર કારંજ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી ત્રણ મોબાઈલ ફોન, લેપટોપ અને મેજીક જેક સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. કારંજ પોલીસને બાતમી મળી હતી કે, પાનકોર નાકા પાસે આવેલી મનીષ ફાર્મા કેર નામની દુકાનના ધાબા પર બે વ્યક્તિ કોલસેન્ટર જેવું ચલાવે છે. 
 

 અમદાવાદ: બોગસ કોલસેન્ટર શરૂ કરી ડોલરમાં કરતા કમાણી બે લોકો઼ ઝડપાયા

જાવેદ સૈયદ/અમદાવાદ: શહેર માંથી વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયુ છે. અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં ધાબા પર ચાલતું કોલસેન્ટર કારંજ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી ત્રણ મોબાઈલ ફોન, લેપટોપ અને મેજીક જેક સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. કારંજ પોલીસને બાતમી મળી હતી કે, પાનકોર નાકા પાસે આવેલી મનીષ ફાર્મા કેર નામની દુકાનના ધાબા પર બે વ્યક્તિ કોલસેન્ટર જેવું ચલાવે છે. 

fallbacks

જેના આધારે પોલીસે દરોડો પાડી કારંજ જાન સાહેબની ગલીમાં રહેતા શહેજાદ પઠાણ અને કારંજની રાજધાની હોટલમાં રહેતાં પુરષોતમ સિંગની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી પેડે પ્રોસેસ સ્ક્રીપટના આધારે વિદેશમાં ફોન કરી જુદા જુદા ફાઇલ ચાર્જના નામે ડોલર ઉઘરાવતા હતા.

આખરે કેમ જયંતી ભાનુશાળીના પરિવારને પ્રોટેક્શનની જરૂર પડી?

નાગરિકો ડોલર ગૂગલ પ્લેમાં જમા કરાવતા હતા. આરોપીઓએ તેમાં જણાવેલ આંકડા પ્રમાણે પેમેન્ટની પ્રોસેસ કરાવતા હતાં. તેમજ મનીગ્રામ મારફતે પણ પૈસા મેળવી લેતાં હતા. બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ કોલસેન્ટર ચલાવતા હતા. લીડ અને પેમેન્ટ પ્રોસેસ કોણ કરી આપતું હતું તે બાબતે આરોપીઓએ કોઈ માહિતી ન પૂરી પાડતા પોલીસ રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More