Home> Gujarat
Advertisement
Prev
Next

Driving License અંગે મહત્વના સમાચાર, 100 ટકા વધારી દેવાઈ ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સની ફી

Driving Licence : આરટીઓ પરિપત્ર દ્વારા આ ફી વધારાની જાણ કરાતી હોય છે, પરંતુ પરિપત્ર પહેલા જ કચેરી દ્વારા નવો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે. હાલ આરટીઓ કચેરી દ્વારા ગ્રાહકો પાસેથી નવો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે

Driving License અંગે મહત્વના સમાચાર, 100 ટકા વધારી દેવાઈ ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સની ફી

Driving Licence Fee Hike : મોંઘવારીનો ડામ ચારેબાજુથી ઝીંકાઈ રહ્યો છે. ધીરે ધીરે કરીને દરેક બાબતોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાતોરાત ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સની ફીમાં વધારો ઝીંકાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સની ફીમાં સીધો 100 ટકાનો વધારો કરાયો છે. ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવામાં હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે.

fallbacks

જો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ ખોવાઈ જાય તો તમને ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર પડતી હોય છે. આ માટે આરટીઓ વિભાગ ખાસ સુવિધા આપે છે. તમે અરજી કરીને ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકો છો. અત્યાર સુધી ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની અરજી પર 200 રૂપિયા લાયસન્સી ફી અને સ્માર્ટ કાર્ડ ચાર્જ રૂપ 200 રૂપિયા એમ કરીને 400 રૂપિયા ગ્રાહકો પાસેથી વસૂલવામા આવતા હતા. પરંતુ ગત સપ્તાહમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સની ફી 200 રૂપિયાથી વધારીને 400 રૂપિયા કરી દેવાઈ છે. તેથી જો હવે તમે આરટીઓ કચેરીમાં ડુપ્લીકેટ લાયસન્સ માટે અરજી કરો છો તો તમારે ડ્રાઈવિંગ લાયસન્સની ફી 400 રૂપિયા અને સ્માર્ટ કાર્ડના 200 રૂપિયા મળીને કુલ 600 રૂપિયા ચૂકવવા પડશે. 

ગુજરાતમાંથી નીકળી શકે છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, ઘડાઈ રહ્યો છે તખતો

ચર્ચા છે કે, આરટીઓ પરિપત્ર દ્વારા આ ફી વધારાની જાણ કરાતી હોય છે, પરંતુ પરિપત્ર પહેલા જ કચેરી દ્વારા નવો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે. હાલ આરટીઓ કચેરી દ્વારા ગ્રાહકો પાસેથી નવો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. જેથી નાગરિકોને પણ આ ભાવવધારો અસહ્ય બની રહ્યો છે. 

આ પ્રકારે જૂના ફી સ્ટ્રક્ચરમાં અરજી કરનારા અનેક અરજદારને નવી ફી ભરવા મજબૂર કરાયા હતા. 

લાખોની ફી લેતી ખાનગી શાળાઓને પણ ટક્કર આપે છે ગુજરાતની આ સરકારી શાળા, આપે છે 100% પરિણામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More