અજય શીલુ, પોરબંદરઃ પોરબંદર શહેરમાં સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોરબંદરના દરિયા કિનારાના વિસ્તાર સહિત અન્ય જગ્યાએ આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં આ કાર્યવાહી દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો. તંત્રની કાર્યવાહીને લીધે લઘુમતી સમાજના લોકો રોષે બરાયા હતા. ટોળાએ ડિમોલિશનની કાર્યવાહીના સ્થળે કુચ કરી હતી. પોલીસે ટોળાને રોકવા માટે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવ્યો હતો.
પોરબંદર દરિયાઈ શહેર છે. એટલે તેની સુરક્ષા માટે જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન આઠ સ્થળો પર દબાણ દૂર કરતા શહેરમાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે મેમણવાડા વિસ્તારમાં ટોળાને રોકવા માટે ત્રણ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આ કાર્યવાહીથી રોષે ભરાયેલા લોકો અને પોલીસ આમને-સામને આવી ગયા હતા.
બેકાબૂ બની ભીડ
પોરબંદર જિલ્લામાં સોમવારે પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી લઘુમતિ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મેમણવાડા વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવકો અને પુરૂષો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ટોળાએ પોલીસને પણ દાદ આપી નહીં. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરતા પોલીસે તાત્કાલીક બંદોબસ્ત ગોઠવી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે