Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં કચરાપેટીમાં પણ કૌભાંડ! કોંગ્રેસ દ્વારા પાલિકાની કચેરીનો ઘેરાવ કરાયો

 મહાનગરપાલિકા માં બહુચર્ચિત ડસ્ટબીન કૌભાંડ મામલે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાની મુખ્ય કચેરી ખાતે ઉગ્ર વિરોધ અને દેખાવો કરવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયા વિના જ અલગ અલગ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા ઊંચા ભાવે ખાનગી એજન્સી પાસેથી લાખો રૂપિયા ના ભાવે ડસ્ટબીન ખરીદી કરી મોટું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આરોપ છે. સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા કુલ સાત જેટલા ઝોનમાં વગર ટેન્ડર પ્રક્રિયાએ રૂપિયા 44 લાખના ખર્ચે નવા ડસ્ટબીન ખરીદી કરવામાં આવ્યા હતા.

સુરતમાં કચરાપેટીમાં પણ કૌભાંડ! કોંગ્રેસ દ્વારા પાલિકાની કચેરીનો ઘેરાવ કરાયો

ચેતન પટેલ/સુરત:  મહાનગરપાલિકા માં બહુચર્ચિત ડસ્ટબીન કૌભાંડ મામલે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાની મુખ્ય કચેરી ખાતે ઉગ્ર વિરોધ અને દેખાવો કરવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયા વિના જ અલગ અલગ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા ઊંચા ભાવે ખાનગી એજન્સી પાસેથી લાખો રૂપિયા ના ભાવે ડસ્ટબીન ખરીદી કરી મોટું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આરોપ છે. સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા કુલ સાત જેટલા ઝોનમાં વગર ટેન્ડર પ્રક્રિયાએ રૂપિયા 44 લાખના ખર્ચે નવા ડસ્ટબીન ખરીદી કરવામાં આવ્યા હતા.

fallbacks

કોરોના વાયરસને PM મોદીએ ગણાવ્યો મોટો પડકાર, કહ્યું દરેક યુગમાં આવે છે પડકાર

જે ડસ્ટબીન ની કિંમત બજારમાં 4500 જેટલી હોય છે ,તે ડસ્ટબીન રૂપિયા 10850 ના ભાવે ખરીદી કરવામાં આવ્યા હતા.જે કૌભાંડ માં પાલિકાના અધિકારીઓ અને ભાજપ સામે કોંગ્રેસ આક્ષેપ કરવામાં આવ્યા છે.ડસ્ટબીન કૌભાંડ માં જવાબદારો સામે તપાસ  કરી પગલાં ભરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે.જેના વિરોધમાં આજ રોજ શહેર યુથ કોંગ્રેસ ના કાર્યકરોએ પાલિકા ની મુખ્ય કચેરી ખાતે ઉગ્ર દેખાવો કર્યા હાટ.

જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !

જવાબદાર પાલિકાના  અધિકરીઓ અને ભાજપ શાસકો સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.હાથમાં ડસ્ટબીન ના પ્લે- કાર્ડ લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી પાલકા કમિશનરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.જ્યાં કમિશનરે પણ વિજિલન્સ તપાસ ચાલી રહી હોવાનું જણાવી જવાબદારો સામે પગલાં ભરવાની વાત જણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી વિવાદિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More