Home> Gujarat
Advertisement
Prev
Next

જીવનમાં 25-30 વાવાઝોડા જોનાર રામજી મંદિરના પૂજારીએ કર્યો બિપોરજોય વિશે મોટો દાવો

Gujarat Cyclone Latest Update :  આજે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ,,, ત્રણેય જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી,,,

જીવનમાં 25-30 વાવાઝોડા જોનાર રામજી મંદિરના પૂજારીએ કર્યો બિપોરજોય વિશે મોટો દાવો

Gujarat Wether Forecast ગૌરવ દવે/રાજકોટ : બિપોરજોય વાવાઝોડાને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. કૃષ્ણની દ્વારકા નગરી હાલ સંકટમાં છે. આવામાં દ્વારકાના ગોમતીઘાટના EXCLUSIVE દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાના ગોમતીઘાટ પર દરિયાના પાણી ફરી વળ્યા છે. ગુજરાતના તટ પર ત્રાટકતુ અત્યાર સુધીનું સૌથી ભયાનક વાવાઝોડું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સાધુ સંતો પણ ભગવાનને સતત પ્રાર્થના કરી રહ્યા છે કે, વાવાઝોડું દરિયામાં જ સમાઈ જાય. આવામાં ગોમતી ઘાટ પર આવેલા રામજી મંદિરના પુજારીએ ભયાનક વાવાઝોડુ હોવાનો દાવો કર્યો છે. 

fallbacks

રામદાસ બાપુએ કહ્યું કે, અહીં દ્વારકામાં રહીને મને 17 વર્ષ થઈ ગયા. 16 થી 17 વર્ષમાં હું દર વર્ષે એકાદ વાવાઝોડું તો જોઉં જ છું. પરંતુ બિપોરજોય તોફાનની તાકાત શક્તિશાળી છે. પહેલીવાર જોયું કે, દરિયાનું પાણી અમારા મંદિરથી ઉઠીને આગળના મંદિર તરફ ગયું છે. પાણીની લહેરો 20 થી 25 ફૂટ ઉછળીને બીજા મંદિર તરફ જઈ રહી છે. અમારા રામજી મંદિરને તો વાવાઝોડાએ તહેસનહેસ કરી દીધું છે. મેં જીવનમાં 20-25 જેટલા વાવાઝોડા જોયા છે. પરંતુ આ વાવાઝોડાની જેમ તોફાનની ગતિ મેં પહેલા ક્યારેય નથી જોઈ. 

ખતરો વધુ નજીક આવ્યો : વાવાઝોડું આઉટર લાઈનને ટચ થયું, સાંજે આ સમયે ગમે ત્યારે આવશે

વાવાઝોડાને લઈને દ્વારકામાં શું માન્યતા છે તે વિશે તેઓએ કહ્યું કે, અહી અમારા રાજાધિરાજ દ્વારકાધીશ બેસેલા છે. તેઓએ અહીથી કેટલાય વાવાઝોડા પસાર કરાવ્યા છે. તેથી મને દ્વારકાધીશ ભગવાનથી એ જ આશા છે કે, આ વાવાઝોડું પણ ભગવાનની કૃપાથી જ આવી રીતે જ પસાર થઈ જાય. દ્વરકાને કંઈ નહિ થાય, કારણ કે દ્વારકાના નાથ રાજાધિરાજ બિરાજમાન છે. 

અમારું રામજી મંદિર અહી લગભગ 450 વર્ષ જૂનુ છે. જરા વિચારો કે, આ 450 વર્ષોમાં કેટલાય તોફાનો આવ્યા હશે. પરંતુ અમારા મંદિરને હજી પણ કંઈ ન થયુ તે, રામજીની કૃપા છે. અમારી ભગવાન દ્વારિકા નાથને એ જ પ્રાર્થના છે કે જ્યા પણ તોફાન આવતુ હોય, ભલે તે પાકિસ્તાન હોય કે હિન્દુસ્તાન, ભગવાન સૌને સુરક્ષિત રાખે. કોઈ પણ જાનહાનિ ન થાય, માલહાનિ ન થાય. કોઈને હાનિ ન થાય. આ જ પ્રાર્થના ભગવાન રામજી, ભગવાન દ્વારકાધીશ અને દરિયા દેવતાને પ્રાર્થના છે કે, દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત થઈ જાઓ. તમામને સુખ શાંતિ આપો, કોઈને હાનિ ન થાય. 

બીજી તરફ, દ્વારકાના રૂપેણ બંદર ખાતે માછીમારોના દંગાઓના પતરા ઉડ્યા છે. દરિયામાં કરંટ હોવાથી કિનારે મોજા ટકરાયા છે. દરિયાના મોજા કિનારે ટકરાતા ભેખડો ધસી પડી...

Cyclone Biporjoy: આવી રહેશે વાવાઝોડાની ટકરાવાની પેટર્ન, અઢી-ત્રણ કલાક ટકરાતું રહેશે

મંદિરની બહાર ચુસ્ત પોલીસ પહેરો
બિપરજોય ચક્રવતની આજે અસરના પગલે વહીવટી તંત્રએ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે દ્વારકાધીશના દર્શન પ્રવાસીઓ માટે બંધ રહેશે. જેથી દ્વારકાની બજારો સ્વયંભૂ બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય કર્યો છે. આજે સવારથી જ બજારો સ્વયંભૂ બંધ જોવા મળી. તો ભારે ફૂંકાતા પવન વચ્ચે દ્વારકાધીશને પૂજારી દ્વારા તમામ પહોરની આરતી અને ભોગ ધરવામાં આવશે. દ્વારકાધીશ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

દ્વારકા - દ્વારકાની બજારો સ્વયંભૂ બંધ
દ્વારકાધીશનું મંદિર આજે દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે. જેથી દ્વારકાની બજારો લોકડાઉન બાદ આજે સુમસામ જોવા મળી. આજે વાવાઝોડાને સંકટને પગલે દ્વારકા મંદિર ભક્તો માટે બંધ કરાયું છે. દ્વારકાધીશ મંદિરમાં આજે માત્ર પૂજારીને જ પ્રવેશ અપાયો છે. 

વાવાઝોડાના ડરથી આખું કંડલા પોર્ટ ખાલી થઈ ગયું, PHOTOs માં જુઓ બંદરનો સુમસાન નજારો

બહારથી આવેલા મુસાફરો અટવાયા 
વાવાઝોડાના સંકટને પગલે દ્વારકાધીશના દર્શને ન આવવા શ્રદ્ધાળુઓને અપીલ તંત્ર દ્વારા કરાઈ છે. જેથી ગુજરાત બહારથી આવેલા લોકો દ્વારકામાં અટવાયા છે. ટ્રેન અને બસ સેવા રદ થતાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. બહારથી આવેલા લોકોને પરત જવામાં ભારે તકલીફ પડી રહી છે. ટ્રેન અને બસ ન મળતાં અનેક શ્રદ્ધાળું ચિંતામાં મુકાયા છે. જોકે, સંકટનો સામનો આ મુસાફરો પણ હાલ કરી રહ્યાં છે. 

રુક્ષમણી મંદિર વહેલું બંધ કરાયું
દ્વારકાની સ્થિતિ ગમે ત્યારે બગડે એવી છે. તેથી અગમચેતીના ભાગરૂપે બિપરજોયને કારણે દ્વારકાનું  રુક્ષમણી મંદિર વહેલું બંધ કરાયું છે. રાત્રે 8 વાગ્યા બંધ થતું મંદિર 5 વાગ્યે જ બંધ કરી દેવાયું છે. મંદિરના પૂજારી સહિત લોકોને બહાર નીકળી જવા કહેવાયું છે. ભારે પવન અને તોફાની વરસાદને કારણે તંત્રનો નિર્ણય લેવાયો છે.

અંબાલાલ પટેલની નવી આગાહી : વાવાઝોડાની સુપર સાયક્લોનિક અસર ખતરનાક હશે

તો બીજી તરફ, વાવાઝોડાના લેન્ડફોલ પહેલા જ દ્વારકામાં તંત્ર દ્વારા બધી તૈયારીઓ કરી લેવાઈ છે. દ્વારકાધીશ મંદિરની સામે ગોમતી નદી અને સમુદ્રના સંગમના કિનારે તમામ દુકાનો બંધ કરી દેવાઈ છે. ગોમતી નદીમાં ચાલતી બોટને કિનારે લાંગરી દેવાઈ છે. તમામ બોટ માલિકોને 16 જુન સુધી બોટ ન કાઢવાનો આદેશ કરાયો છે. તો પ્રવાસીઓને પણ મંદિરથી દૂર કરાયા છે. સાથે જ, મંદિરના આસપાસના રહેનારાઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. 

દ્વારકાથી વાવાઝોડાનો લાઈવ રિપોર્ટ : ટ્રેન-બસ બંધ થતા બહારથી આવેલા મુસાફરો અટવાયા

આખા મુંબઈ શહેર જેટલો છે બિપારજોય વાવાઝોડાનો ઘેરાવો, આ બીજી માહિતી જાણીને ચોંકી જશો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More