ઝી મીડિયા/બ્યૂરો :દ્વારકાના સલાયાનું વહાણ ખરાબ હવામાનના કારણે ડૂબ્યું છે. ફેઝે તાઝુદિન બાબા-2 નામના વહાણે ઈરાનના દરિયામાં જળસમાધિ લીધી હતી. આ વહાણ અંદાજિત 6 કરોડની કિંમત ધરાવતું અને ૧૦૦૦ ટનવાળી કેપેસિટી ધરાવતું હતું. આ વહાણમાં 10 જેટલા ખલાસીઓ સવાર હતા. વહાણમાં સવાર તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.
24 ડિસેમ્બર, 2021 ના રોજ આ ઘટના બની હતી. ફેઝે તાઝુદિન બાબા-2 નામનું જહાજ મુન્દ્રાથી ખાંડ ભરીને નીકળ્યું હતું. આ જહાજ દ્વારકાના સલાયા ગામના રહેવાસી હસન કાસમ ભોકલ નામના વેપારીનું હતું. આ જહાજ 1000 ટનની કેપેસિટી ધરાવતુ હતું. જેની કિંમત 6 કરોડ રૂપિયા હતી. 25 ડિસેમ્બરના રોજ જહાજમાં ખાંડ ભરવામાં આવી હતી અને જહાજ ઈરાન જવા નીકળ્યુ હતું. ત્યારે જે મંગળવારે વહેલી સવાર આ ઘટના બની હતી.
આ પણ વાંચો : અજીબ ઘટના : રમત-રમતમાં બાળકના નાકમાં ફસાયો મેટલનો બોલ્ટ, શ્વાસ લેવાથી ઊંડે ઉતર્યો...
મંગળવારે સવારે ઈરાનના દરિયામાં વાતાવરણ બગડ્યુ હતું. ખરાબ હવામાનને કારણે જહાજ ડગમગવા લાગ્યુ હતું. જેથી તેમાં સવાર 11 ખલાસીઓ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. લાઈફબોટ દ્વારા તમામ કર્મચારીઓનો બચાવ થયો હતો. તેના બાદ જહાજે દરિયામં જળસમાધિ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે