Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના મોસ્ટ ફેવરિટ બીચ પર બની મોટી દુર્ઘટના, પેરાશૂટમાંથી નીચે પટકાયો યુવક

Shivrajpur Beach : દ્વરકાના શિવરાજપુર બીચ પર પેરાગ્લાઈડિંગ કરતો યુવાન નીચે પટકાયો... આ ઘટનાનો વીડિયો તેની માતાના મોબાઈલમાં કેદ થયો, જેમાં તે શુટિંગ કરી રહી હતી
 

ગુજરાતના મોસ્ટ ફેવરિટ બીચ પર બની મોટી દુર્ઘટના, પેરાશૂટમાંથી નીચે પટકાયો યુવક

Dwarka News : હાલ રાજ્યભરમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. જેને પગલે ગુજરાતના મોટાભાગના ટુરિઝમ સ્પોટ હાઉસફુલ થઈ ગયા છે. ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. આવામાં દ્વારકાના ફેમસના શિવરાજપુર બીચ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક યુવક પેરાશૂટમાંથી નીચે પટકાયો હતો. જોકે, તેને સામાન્ય ઈજા થતા મોટી જાનહાનિ ટળી હતી. 

fallbacks

યુવકનો જીવ બચ્યો 
પ્રાપ્ત માહિતી અનુસાર, શિવરાજપુર બીચ હાલ સહેલાણીઓથી ભરાઈ ગયો છે. હાલ બીચ પર મોટી સંખ્યામાં લોકો છે. આવામાં સ્પોર્ટસ રાઈડમાં એક અકસ્માત બન્યો હતો. બીચ પર પેરાશૂટમાંથી એક યુવક નીચે પટકાયો હતો. સદનસીબે યુવકને કોઈ જાનહાનિ થઈ ન હતી. તેને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ આ ઘટનાથી પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. 

અંબાલાલ પટેલની ઘાતક આગાહી : વધુ એક વાવાઝોડા માટે તૈયાર રહેજો

 

 

માતાના ફોનમાં જ કેદ થયું બધું 
જોકે, યુવક જ્યારે રાઈડ પર ગયો હતો, ત્યારે તેની માતા તેનો વીડિયો બનાવી રહી હતી. ત્યારે યુવકના પડવાની ઘટના તેના માતાના ફોન પર કેદ થઈ હતી. આ વીડિયોમાં યુવાન બીચ પર પટકાતા તેની માતા ચિંતામાં બૂમો પાડતી સંભળાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પર શિવરાજપુર પર આ પ્રકારની ઘટના બની ચૂકી છે. પરંતું શિવરાજપુર બ્લ્યૂ ફ્લેગ બીચની નામના મેળવી ચૂક્યો છે, તેથી અહી આવતા પ્રવાસીઓ માટે સલામતી રાખવી જરૂરી છે. 

લીલી પરિક્રમાના રૂટ પર દુઃખદ ઘટના; 11 વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાધી, ભયનો માહોલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More