Home> Gujarat
Advertisement
Prev
Next

દ્વારકા:પ્રેમી યુગલે ભાવનગર-ઓખા ટ્રેન નીચે પડતુ નાખ્યું, બંન્નેના મોત

દ્વારકાના ભિમરાણા નજીક રેલવે ટ્રેક પર આપઘાતની ઘટના બની છે. પ્રમી યુગલે પ્રેમના પ્રાંગણમાંથી લગ્ન સુધી ન પહોંચી શકતા યુવક અને યુવતિએ આપઘાત કર્યો છે.

દ્વારકા:પ્રેમી યુગલે ભાવનગર-ઓખા ટ્રેન નીચે પડતુ નાખ્યું, બંન્નેના મોત

રાજુ રૂપરેલીયા/દ્વારકા: દ્વારકાના ભિમરાણા નજીક રેલવે ટ્રેક પર આપઘાતની ઘટના બની છે. પ્રમી યુગલે પ્રેમના પ્રાંગણમાંથી લગ્ન સુધી ન પહોંચી શકતા યુવક અને યુવતિએ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને યુવક યુવતિની ઓળખ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. 

fallbacks

આપધાત કર્યો હોવાની આશંકા  
પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવમાં આવ્યા હતા. ભિમરાણા નજીક બનેલી આ ઘટનામાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં આસપાસના લોકોના ટોળે ટોળા રેલ્વે ટ્રેક પર દોડી આવ્યા હતા.

વધુમાં વાંચો...પાટણની ઉત્તર ગુજરાત યુનીવર્સીટીમાં હવે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન

પ્રેમમાં અસફળતા મળતા ભર્યું પગલુ
રેલ્વે ટ્રેક પર પ્રેમી યુગલે પ્રેમમાં અસફળતા મળતા આપધાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મૃતક યુવક અને યુવતીની ઓળખ અને તેના રહેઠાણ અંગે તપાસ શરૂ કરી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More