Home> Gujarat
Advertisement
Prev
Next

પાણીથી તરસે મરતા દ્વારકાના નાનકડા ગામ માટે આશાનું કિરણ બન્યા આ સરપંચ

Water Crises In Gujarat ગોવિંદ કરમુર/દ્વારકા : દ્વારકા જિલ્લાના બેહ ગામમાં પાણીની તંગી સર્જાતા ગામના સરપંચએ મોટું કામ કર્યું. તેમણે પોતાની વાડીએ ઉનાળુ પાક વાવવાના બદલે માનવીય અભિગમ અપનાવી પોતાની વાડીમાં આવેલ કુવામાંથી ગામમાં પાણી વિતરણ શરૂ કર્યું

પાણીથી તરસે મરતા દ્વારકાના નાનકડા ગામ માટે આશાનું કિરણ બન્યા આ સરપંચ

Water Crises In Gujarat ગોવિંદ કરમુર/દ્વારકા : દ્વારકા જિલ્લાના બેહ ગામમાં પાણીની તંગી સર્જાતા ગામના સરપંચએ મોટું કામ કર્યું. તેમણે પોતાની વાડીએ ઉનાળુ પાક વાવવાના બદલે માનવીય અભિગમ અપનાવી પોતાની વાડીમાં આવેલ કુવામાંથી ગામમાં પાણી વિતરણ શરૂ કર્યું.

fallbacks

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ગામોના સ્થાનિક જળ સ્ત્રોતોમાં પાણી ઓછા કે ખાલી થઈ ગયા છે. હાલ ઉનાળો હોય મોટાભાગના બોર, કુવા, તળાવ, ડેમોમાં પાણી તળિયે આવી ગયા છે, અથવા તો ખલાસ થઈ ગયા છે. ત્યારે પચાસ ટકાથી વધુ ગામો નર્મદાનું પાણી આધારિત હોઈ નર્મદાનું રોજ પાણીની માંગ વધે છે. તથા કેટલીક વાર ફોલ્ટ થતા કલાકો સુધી પાણી પુરવઠો ખોરવાઈ જાય છે. તેમજ વીજકાપ આવે ત્યારે અથવા ત્યાંથી પાણી આવ્યા પછી સ્થાનિક ગામોના પંપોમાં પણ વીજ પુરવઠો બંધ થતાં કલાકો પાણીની લાઇન બંધ રહેતા લોકોને પરેશાની થાય છે.

બધા લખાવતા તા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું, રાજકોટ આગમા ખોટી માહિતી આપનાર સામે ફરિયાદ

આવી જ પાણીની જરૂરિયાતની મુશ્કેલી ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં સર્જાઈ છે. બેહ ગામના અગ્રણી અને જુંગીવારા ધામ અન્નક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન વેરશીભાઈ માયાણીએ જણાવ્યું હતું કે ચાર હજારની વસ્તી ધરાવતા બેહ ગામમાં સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ આવેલું છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શનાર્થે આવતા હોઈ ત્યાં અન્નક્ષેત્રનો કાર્ય પણ ચાલુ હોય છે. તેમજ ગામની ગૌશાળા તેમજ પશુ ઢોર અને લોકોને પીવાના પાણીની જરૂરિયાત ઊભી થતી જોવા મળી રહે છે. ત્યારે હાલ ગામમાં પાણીના સ્ત્રોત ઘટતા નર્મદા પાણી આધારિત ગામ થયું છે. પરંતુ 10 થી 15 દિવસે એકવાર પાણી મળી રહ્યું છે. ગામમાં પાણીની મુશ્કેલી પડતી હોય ત્યારે બેહ ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ મોમાયાભાઈ ગઢવીએ ગામથી ચાર કિલોમીટર દૂર પોતાની વાડીએથી ઉનાળુ પાકની પિયત કરવાના બદલે ગામમાં પાણીની જરૂરિયાત પૂરી થાય તે સંદર્ભે પોતાના ખર્ચે બોર અને કુવા માંથી પાણી પૂરું કરવાની વ્યવસ્થા હાથ ધરી છે.

આ ઉમદા કાર્ય કરવા બદલ સરપંચ પ્રવીણભાઈએ માનવતાવાદી અભિગમ અપનાવ્યું છે. આ ઉમદા કાર્ય કરી ગ્રામજનોને તેમજ ગૌ શાળામાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી એક ઉમદા કાર્ય કરી એક મિશાલ ઊભી કરી હતી. 

રાજકોટ અગ્નિકાંડમાં કેટલા થયા મોત, સરકારે જાહેર કર્યો મોતનો આંકડો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More