દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ ને લઈને પૂજારી પરિવાર દ્વારા પણ ભગવાન ને વિશેષ સેવા પૂજા કરવામાં આવશે આવતીકાલે ભગવાન નો જન્મોત્સવ નિમિતે ખાસ ખુલા પડદે સ્નાનના દર્શન ભક્તો વર્ષમાં માત્ર બે જ વખત કરી શકે છે. ભક્તો ભગવાનના સ્નાન દર્શન કરી શકશે. રાત્રે 12 કલાકે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે કાન્હાના જન્મોત્સવની ઉજવણી થશે.
રાજકોટમાં નશેડીએ ઘરના આખા વાડામાં ગાંજો ઉગાડ્યો, પોલીસ પહોંચી તો આભી બની ગઇ
યાત્રાધામ દ્વારકાના જગત મંદિર ખાતે ભગવાનના જન્મોત્સવની ઉજવણીને હવે ઘડીઓ ગણાય રહી છે, ત્યારે ભગવાન દ્વારકાધીશ રાજા ધીરજને ખાસ પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા કરવામાં આવશે. આવતીકાલે સવારે 6 કલાકે મંગલ દર્શન થશે. મંગલ દર્શન 6 થી 8 કલાક સુધી રહેશે અભિષેક સ્નાન કુલ્લા પડદે 8 કલાકે થશે. જે વર્ષમાં માત્ર બે વખત જ ભગવાનના ખુલ્લા પડદે સ્નાનના દર્શન ભક્તો કરી શકે છે બાદમાં સ્નાન ભોગ અને શ્રૃંગાર ભોગ થશે બાદમાં શ્રૃંગાર આરતી સવારે 11:00 કલાકે થશે.
ગુજરાતનો આ યુવાન માત્ર 16 દિવસમાં 1832 કિમી લદ્દાખ યાત્રા પુર્ણ કરી
રાજભોગ બપોરે 12 કલાકે થશે અને મંદિર અનૌસર એટલે કે બંધ બપોરે 1 કલાકે થશે સાંજે 5 વાગ્યે મંદિરના દ્વાર ફરીથી ભક્તો માટે ખુલશે એટલે કે ઉત્થાપન થશે. બાદમાં ઉત્થાન ભોગ અને સંધ્યા ભોગ લગાવવામાં આવશે. ત્યારબાદ સંધ્યા આરતી 7:30 કલાકે થશે અને 8:30 કલાકે શાયન આરતી થશે. મંદિર બંધ 9 વાગ્યે થશે ત્યારબાદ વર્ષમાં એક વખત જ મંદિર રાત્રીના સમયે ભક્તો માટે ખુલશે અને બરાબર 12 વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની વિશેષ આરતી થશે. બાદમાં 12:30 થી 2:30 દર્શન ભક્તો માટે જન્મોત્સવ દર્શન ભક્તો માટે ખુલ્લા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે