Home> Gujarat
Advertisement
Prev
Next

Night Curfew અંગે ચોક્કસ સમયે નિર્ણય લેવાશે, નીતિન પટેલે કેમેરા સામે ધારણ કર્યું મૌન

ગુજરાત (Gujarat) સહિત ભારતમાં કોરોના (Coronavirus) નો કહેર વધતો જાય છે. ત્યારે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં દિવાળી(Diwali) બાદ લાદવામાં આવેલા રાત્રિ કરર્ફ્યું (Night Curfew) બાદ કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો

Night Curfew અંગે ચોક્કસ સમયે નિર્ણય લેવાશે, નીતિન પટેલે કેમેરા સામે ધારણ કર્યું મૌન

ઝી મીડિયા/બ્યૂરો: ગુજરાત (Gujarat) સહિત ભારતમાં કોરોના (Coronavirus) નો કહેર વધતો જાય છે. ત્યારે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં દિવાળી(Diwali) બાદ લાદવામાં આવેલા રાત્રિ કરર્ફ્યું (Night Curfew) બાદ કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે અને કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં રાત્રી કર્ફ્યૂને લઇને નિર્ણય લેવામાં આવી શકે છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચોક્કસ સમયે નિર્ણય લેશે પરંતુ આ અંગે કેમેરા સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાત્રી કર્ફ્યુ અંગે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

fallbacks

તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા બનાવાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમમાં (Corona Testing Dome) જોવા કતાર મળી રહી છે. શહેરીજનો કોરોના ટેસ્ટ (Corona Test) કરાવવા લાઈન લગાવી રહ્યા છે. શહેરમાં ફરી એકવાર 1 દિવસમાં 150 કોરોનાના (Coronavirus) કેસો નોંધાતા ફરી શહેરીજનો તેમજ તંત્રની ચિંતા વધી છે. કોરોના ટેસ્ટિંગ ડોમમાં કોરોના ટેસ્ટ કરી તાત્કાલિક રિપોર્ટ (Corona's Report) આપવામાં આવે છે.

આ પણ વાંચો:- Ahmedabad માં Corona બેકાબૂ બનતા ટેસ્ટિંગ ડોમ પર લાગી લાંબી લાઈનો, તંત્રની ચિંતા વધી

શહેરમાં સરળતાથી કોરોનાના ટેસ્ટ (Corona Test) શહેરીજનો કરાવી શકે તે માટે ફરી એકવાર મોટી સંખ્યામાં કોરોના ડોમ (Corona Testing Dome) ઉભા કરાય છે. યુવાનોથી લઈ વૃદ્ધો કોરોના ડોમમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા આગામી 5 દિવસ ફરી એકવાર મહત્વપૂર્ણ બની રહેશે. કોરોના કેસો (Coronavirus) વધતા નાઈટ કર્ફ્યૂ (Night Curfew) મહાનગરોમાં વધારવામાં આવશે તેવી ચર્ચાઓએ પણ સોશિયલ મીડિયામાં (Social Media) જોર પકડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More