Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના અંગે ડોનેશન કે માહિતી આપવાનો E-Mail આવે તો ખાતરી કરજો નહીં તો એકાઉન્ટ થઈ શકે છે ખાલી

 દેશ અને દુનિયામાં અત્યારે એક જ ખતરો મંડરાયો છે અને તે છે કોરોના વાયરસ. પરંતુ કોરોના વાયરસ અંગેના ખોટા ઈ-મેલ કરી ડોનેશનના બહાને કે માહિતી આપવાના બહાને એકાઉન્ટ ખાલી ના થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય હોસ્પિટલ કેમ મેડિકલ સંસ્થાના નામે ઈ-મેલ મોકલી છેતરપિંડી આચરી રહ્યા છે.

કોરોના અંગે ડોનેશન કે માહિતી આપવાનો E-Mail આવે તો ખાતરી કરજો નહીં તો એકાઉન્ટ થઈ શકે છે ખાલી

મૌલિક ધામેચા, અમદાવાદ :  દેશ અને દુનિયામાં અત્યારે એક જ ખતરો મંડરાયો છે અને તે છે કોરોના વાયરસ. પરંતુ કોરોના વાયરસ અંગેના ખોટા ઈ-મેલ કરી ડોનેશનના બહાને કે માહિતી આપવાના બહાને એકાઉન્ટ ખાલી ના થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય હોસ્પિટલ કેમ મેડિકલ સંસ્થાના નામે ઈ-મેલ મોકલી છેતરપિંડી આચરી રહ્યા છે.

fallbacks

અમદાવાદ સાઇબર સાઇબર ક્રાઇમને આવા કેટલાક ફિશિંગ અંગેની જાણ થતાં પબ્લિક અવરનેસ માટે પણ પ્રયત્ન શરૂ કર્યા છે. પરંતુ સાયબર ગઠિયાઓ ફિસિંગ કેમ્પઇન ચલાવી અનેક છેતરપિંડીના પ્રયત્ન કરી રહ્યા છે.

ઝી મીડિયા દ્વારા પણ આપને  ઘરમાં રહો, સતર્ક રહી અને સલામત રહેવા માટે અપીલ કરી રહ્યું છે કે  ક્યાંક  ખોટા E-mail કે કોરોના દર્દી માટેના ડોનેશનની વાત કરી ઓનલાઇન પેમેન્ટ કરવાની વાત કરવામાં આવે તો તેની જાળમાં ફસાશો નહીં.
fallbacks

કોરોનાના  નામ પર ઘણી ફેક વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ એકટીવ છે. જે કોરોનાની વર્તમાન સ્થિતિ અને દુનિયાભરના કોરોનાના કેસોની માહિતી આપવાના બહાને તમારા મોબાઈલ અને કોમ્પ્યુટરને હેક કરી શકે છે. જેથી ક્યારેય પણ આવા પ્રકારના ફોન કોલ કે ઈ-મેઈલનો વપરાશ ચકાસ્યા વગર કરવો જોઈએ નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More