Home> Gujarat
Advertisement
Prev
Next

તલાલામાં ભૂકંપના આંચકા સાથે સંભળાયો ભેદી ધડાકો, લોકો ગભરાયા

સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂકંપના આંચકા આવવા સામાન્ય વાત છે. હવે ભૂકંપના આંચકા (earthquake) આવ્યા બાદ શું કરવું તે પણ સમજી ગયા છે. ત્યારે ગીર વિસ્તારમાં પણ સતત ભૂકંપના આંચકા આવતા રહે છે. આવામાં ગીર (gir) વિસ્તારમાં આજે ફરી ભૂકંપના આંચકા આવ્યો હતો. જોકે, વિચિત્ર વાત એ હતી કે, ભૂકંપના આંચકા સાથે લોકોને મોટો ધડાકો પણ સંભળાયો હતો. 

તલાલામાં ભૂકંપના આંચકા સાથે સંભળાયો ભેદી ધડાકો, લોકો ગભરાયા

હેમલ ભટ્ટ/ગીર :સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂકંપના આંચકા આવવા સામાન્ય વાત છે. હવે ભૂકંપના આંચકા (earthquake) આવ્યા બાદ શું કરવું તે પણ સમજી ગયા છે. ત્યારે ગીર વિસ્તારમાં પણ સતત ભૂકંપના આંચકા આવતા રહે છે. આવામાં ગીર (gir) વિસ્તારમાં આજે ફરી ભૂકંપના આંચકા આવ્યો હતો. જોકે, વિચિત્ર વાત એ હતી કે, ભૂકંપના આંચકા સાથે લોકોને મોટો ધડાકો પણ સંભળાયો હતો. 

fallbacks

ગીર વિસ્તારમાં આજે ફરી વખત ભૂકંપના આંચકા સાથે મોટો ધડાકો સંભળાયો હતો. તલાલા તાલુકાના ગીર વિસ્તારના ગામડાઓમાં ભૂકંપના આંચકા ( earthquake )  સાથે મોટા અવાજ સંભળાયો હતો. લોકોએ મોટો ધડાકો અનુભવ્યો હતો. આજે સવારે 10.26 કલાકે મોટો ધડાકો સંભળાયો હતો. ભૂકંપ અને ધડાકો આવતા લોકો ગભરાઇને બહાર નીકળી ગયા હતા.

આ વિસ્તારના લોકોને સતત ભૂકંપના આંચકા આવવાની આદત છે. જોકે, આ ધડાકો એટલો મોટો હતો કે ક્યાં, શું થયું તે લોકો સમજી શક્યા ન હતા. આ ધડાકો પેટાળમાં થયો હતો કે અન્ય કોઈ જગ્યાએ તે સમજવુ તેમના માટે મુશ્કેલ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More