Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના 4 આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છ (kutch) માં ઉપરાઉપરી ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. ઉપરાઉપરી ચાર આંચકા (earthquake) થી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. 

કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના 4 આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છ (kutch) માં ઉપરાઉપરી ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. ઉપરાઉપરી ચાર આંચકા (earthquake) થી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. 

fallbacks

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. કચ્છમાં આજે ફરી ભૂકંપના આંચકા ( earthquake ) અનુભવાયા છે. જોકે, એક નહિ, ચાર આંચકા અનુભવાયા છે. આજે સિસ્મોલોજી યંત્ર પર ચાર આંચકા નોંધાયા છે. મોડી રાત્રે 2.07 વાગે 36 કિલોમીટર NNE ખાવડા પાસે 1.5 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો તેના થોડા સમય બાદ રાત્રે 2.11 કલાકે 1.3 ની તીવ્રતાનો આંચકો 41 કિલોમીટર NNE ખાવડા પાસે નોંધાયો હતો. તો મોડી રાત્રે 2.14 કલાકે 9 કિલોમીટર દૂર NNW દુધઈ પાસે 2.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો તેના બાદ સવારે 6.29 કલાકે 22 km NNE ભચાઉ પાસે 1.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જોકે, તમામમાં ભૂકંપની તીવ્રતાતો ઓછી હતી, પરંતુ ઉપરાઉપરી આંચકાથી લોકો ભયભીત થઈ રસ્તા પર દોડી આવ્યા હતા. તો સાથે જ અનેક લોકો ડરી ગયા હતા. 

આ પણ વાંચો : ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા અરવિંદ જોશીનું નિધન

એક તરફ કચ્છમાં રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તો બીજી તરફ નીચે ધરા ધ્રૂજી રહી છે. બે કુદરતી આફતો સહન કરી રહેલા કચ્છવાસીઓ માટે આખુ વર્ષ આવી રીતે જ પસાર થતું હોય છે. 

ઉલ્લેખનીય છે કે, ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છ ( kutch ) માં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે. 

આ પણ વાંચો : Surat માં બાળકો સુધી પહોંચ્યો ક્રાઈમ, 13 વર્ષના બાળકે તેના મિત્રની કરી હત્યા 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More