Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર તુર્કી અને સીરિયા નહિ, ગુજરાતના આ ગામના લોકો પણ ભૂકંપના ડરમાં જીવી રહ્યાં છે

Amreli district Earthquake : ગુજરાતના અમરેલી જિલ્લામાં ફરી ધરતી ધ્રુજી, 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા 20 જેટલા ગામોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા
 

માત્ર તુર્કી અને સીરિયા નહિ, ગુજરાતના આ ગામના લોકો પણ ભૂકંપના ડરમાં જીવી રહ્યાં છે

Amreli district Earthquake કેતન બગડા/અમરેલી : તુર્કી અને સીરિયામાં ભૂકંપથી મોતનો આંકડો 5 હજારને પારને પહોંચી ગયો છે. 15 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. અનેક લોકો બેઘર થયા છે. તો મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ છે. આ વચ્ચે તુર્કીમા પાંચ આંચકા આવી ગયા છે. જોકે માત્ર તુર્કી અને સીરિયાના લોકો નહિ, ગુજરાતના એક ગામના લોકો પણ છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે. અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં છેલ્લાં કેટલાક મહિનાઓથી સતત ભુકંપના આંચકાઓ અનુભવાય રહ્યાં છે. જને કારણે ગ્રામજનોમાં રીતસરનો ફફડાટ પેસી ગયો છે. જોકે સોમવારે આવેલા ૩.૨ ની તીવ્રતાના આંચકાએ માત્ર મીતીયાળા જ નહી, આસપાસના ૨૦ જેટલા ગામોનાં લોકોની ઉંઘ હરામ કરી દીધી છે.

fallbacks

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ફરી ભુકમ્પના આંચકાઓ આવવાનું શરૂ થયું છે. જેથી આ વિસ્તારના લોકોના જીવ પડીકે બંધાયા છે. મીતીયાળા ગામમાં તો છેલ્લા ઘણા મહિનાઓથી ભુકંપના હળવા આંચકાઓ સતત અનુભવાઈ રહ્યાં છે. પરંતુ ગઈકાલે સોમવારે રાત્રે 9.10 કલાકે ૩.૨ ના આંચકાની અસર આસપાસના ૨૦ જેટલા ગામોમાં થઈ હતી. જેમાં બાઢડા, સાકરપરા, સુરજવડી, અભરામપરા, બગોયા જેવા ગામોની ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

બાઢડાના સ્થાનિક ધનજીભાઈ ચોવટિયા કહે છે કે, અમને હવે રાતે સૂવામા ડર લાગે છે. સોમવારે રાત્રે ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યા બાદ સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળાએ આ મુદ્દે મુખ્યમંત્રી સુધી આ મામલે વાત કરી હતી. જેના અનુસંધાને આજે સીસ્મોલોજી વિભાગની એક એક્સપર્ટની ટીમ પણ આ વિસ્તારની મુલાકાત લે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, મિડલ ઇસ્ટના ચાર દેશ તુર્કિ, સીરિયા, લેબનાન અને ઇઝરાઇલ સોમવારે સવારે ભૂંકપથી હલી ગયા. અહીં 12 કલાકમાં મોટા ભૂંકપ આવ્યા છે. સૌથી વધુ તબાહી એપિસેન્ટર તુર્કિ અને તેની નજીકમાં આવેલા સીરિયાના વિસ્તારમાં જોવા મળી. ન્યુઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે, તુર્કીમાં અત્યાર સુધી 5000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 15 હજાર લોકો ઘાયલ હોવાની ખબર છે. આ ભયાનક કુદરતી આફતમાં સર્જાયેલા વિનાશ અને જાનહાનિના પગલે તુર્કિમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે એટલે કે USGS એ આશ્ચર્યનજક વાત કહી છે. એના આંકડા પ્રમાણે તુર્કિમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 10 હજાર સુધી પહોંચી શકે છે. તુર્કીમાં ભૂકંપથી ભારે તબાહીના કારણે ભારતે પણ મદદનો હાથ લંબાવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More