Earthquake in Banaskantha : કચ્છ-સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામા આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાલનપુરમાં 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ નોંધાઈ છે. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભૂકંપને લઈ અત્યારસુધી કોઈ જાનહાનિ કે નુકસાન નહીં હોવાનું સામે આવ્યું છે.
પાલનપુરથી ૩૪ કિલોમીટર ઉત્તર પ્રશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. ૩.૩ કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે