Home> Gujarat
Advertisement
Prev
Next

ઘટી ગયા પામ તેલના ભાવ, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ

Edible Oil Price: ઓગસ્ટમાં તહેવારો પૂર્ણ થતાં જ ખાદ્ય તેલના ભાવોમાં જે ઘટાડો થયો હતો તે હવે નીચે ઉતરી રહ્યો છે, સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે, જાણો આજનો લેટેસ્ટ ભાવ

ઘટી ગયા પામ તેલના ભાવ, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ

ગૌરવ દવે/રાજકોટ :ઓગસ્ટમા ઊપર ગયેલા તેલના ભાવ હવે ફરી નીચે આવી રહ્યાં છે. બે દિવસ પહેલા સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલમાં ભાવ ઘટાડા બાદ ફરી એકવાર ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે શુક્રવારે રાજકોટમાં પામતેલના ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ પામતેલનો ડબ્બો 1690 રૂપિયાએ પહોંચ્યો છે.

fallbacks

છેલ્લા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં 500 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના પગલે અને પામ તેલના માંગમાં ઘટાડો થતાં પામતેલમાં દિવસે દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. માર્કેટના તજજ્ઞો કહે છે કે, આગામી દિવસોમાં પણ પામ તેલના ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે. 

આ પણ વાંચો : પાડાના વાંકે પખાલીને ડામ : તેલના ભાવ વધવાનું આ છે અસલી કારણ, જેને કારણે જનતા પીસાઈ રહી છે

તો માર્કેટમાં મોંઘવારીનો કકળાટ બાદ છેલ્લા પાંચ દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સ્થિર જોવા મળ્યા છે. બે દિવસ પહેલા ખાદ્યતેલમાં રૂ. 15 થી 20નો ઘટાડો નોંધાયો હતો. સિંગતેલમાં રૂ. 15, કપાસિયા તેલ અને પામોલીન તેલમાં રૂ. 20-20 નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ ઘટાડો થવાની વેપારીઓને આશા છે. જો ભાવ ઘટશે તો લોકોનો વપરાશ પણ વધશે. હાલ ભાવ વધારાને કારણે લોકો તેલ ખરીદી પર પણ કાપ મૂકી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More