Home> Gujarat
Advertisement
Prev
Next

છબરડામાં શિક્ષણ બોર્ડનો નવો કિર્તીમાન! પેપર કાઢ્યું કે પસ્તી, એક બે નહીં 16 પ્રશ્નો ખોટા

HSCની સામાન્ય પ્રવાહમાં બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈતિહાસનો સૌથી અનોખો છબરડો શિક્ષણ બોર્ડે સ્વીકાર્યો છે. HSCની પરીક્ષામાં 16 પ્રશ્નો બોર્ડ દ્વારા ખોટા પૂછાયા છે.

છબરડામાં શિક્ષણ બોર્ડનો નવો કિર્તીમાન! પેપર કાઢ્યું કે પસ્તી, એક બે નહીં 16 પ્રશ્નો ખોટા

અતુલ તિવારી/અમદાવાદ: બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં શિક્ષણ બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવ્યો છે. જેમાં એક કે બે નહીં પરંતુ 16 પ્રશ્નો ખોટા પુછવામાં આવ્યા છે. 100માંથી 34 ગુણના પ્રશ્નો ખોટા હોવાથી 66માંથી માર્ક આપવાના રહેશે.  

fallbacks

હવે ખરો ખેલ શરૂ! આગામી લોકસભા ચૂંટણીમાં NDA ને ટક્કર આપશે વિપક્ષનું મહાગઠબંધન INDIA

HSCની સામાન્ય પ્રવાહમાં બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈતિહાસનો સૌથી અનોખો છબરડો શિક્ષણ બોર્ડે સ્વીકાર્યો છે. HSCની પરીક્ષામાં 16 પ્રશ્નો બોર્ડ દ્વારા ખોટા પૂછાયા છે. જી હા. શિક્ષણ વિભાગ દ્વારા 16 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. 100 માર્કમાંથી બોર્ડ દ્વારા 34 ગુણ રદ કરવામાં આવ્યા છે. 

ચોરના ભાઈ ઘંટીચોર : ગુજરાત પોલીસે દારૂ પકડી બુટલેગરને વેચી દીધો, ગોલમાલમાં ચાર ફસાયા

આંકડાશાસ્ત્રના પેપરમાં 47માંથી 16 પ્રશ્નો રદ કરાયા હોવાનું સામે આવ્યું છે. 13 જુલાઈના રોજ આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા લેવાઈ હતી. આ પહેલાં પણ અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો વિદ્યાર્થી દ્વારા આક્ષેપ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા 25 માર્કના પ્રશ્નો ખોટા હોવાનો આક્ષેપ થયો હતો. મૂલ્યાંકન કરવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગની ચેતવણી, વરસાદ દક્ષિણથી ઉત્તર ગુજરાત તરફ જશે

આ સમગ્ર વિગતની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પૂરક પરીક્ષાનો મામલો સામે આવ્યો છે. 100 ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ 66 ગુણનું જ મૂલ્યાંકન કરવાનો આદેશ અપાયો છે. આંકડાશાસ્ત્રના પેપરમાં 47 પ્રશ્નોમાંથી 16 પ્રશ્નો રદ કરાયા છે. કુલ 31 પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાનું રહેશે, જેના 66 ગુણ થાય છે. આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા 13 જુલાઈએ લેવાઈ હતી, જેમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પુછાયા હતા. જુના અભ્યાસક્રમ મુજબ સવાલ પુછાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા, વાલીઓ પરેશાન થયા હતા.

રાજ્ય સરકારની વધુ એક ગૌરવ સિદ્ધિ; ગુજરાતના આ 6 જિલ્લાઓ 'ભૂમિ સન્માન' એવોર્ડથી સન્માન

આખરે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મૂલ્યાંકન કરવા માટે ગાઈડલાઈન આપવામાં આવી. વિભાગ A માંથી 2, 8, 9, 10 નંબરના પ્રશ્ન રદ કરાયા, જ્યારે અનુક્રમે વિભાગ B માંથી 12, 19 અને 20 નંબરના પ્રશ્નો રદ, વિભાગ C માંથી 22, 31 અને 32 નંબરનો પ્રશ્ન રદ, વિભાગ D માંથી 34, 35, 37, 40 નંબરનો પ્રશ્ન રદ અને વિભાગ E માંથી 43 અને વિભાગ F માંથી 47 નંબરનો પ્રશ્ન રદ કરાયો છે. રદ કરેલા પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓએ લખ્યો હોય તો પણ તેનું મૂલ્યાંકન ના કરવા હુકમ બોર્ડ દ્વારા કરાયું છે. 66 ગુણમાંથી વિદ્યાર્થી જેટલા ગુણ મેળવશે તે મુજબ બાકીના 34 રદ કરાયેલા ગુણનો ભાર લઈ રિઝલ્ટ તૈયાર કરાશે. 

Success Story: રોજનો 4 લાખ રૂપિયાનો પગાર... ટાટાની કંપનીમાં CEO જેટલું જ મહત્ત્વ!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More