Home> Gujarat
Advertisement
Prev
Next

શિક્ષણ વિભાગ બન્યું કૌભાંડોનો અખાડો, 7 કરોડના કૌભાંડ મુદ્દે સામે આવ્યા અનેક ચોંકાવનારા ખુલાસા

શિક્ષણ વિભાગમાં સામે આવ્યું એક મોટું કૌભાંડ અને વિભાગમાં થયેલા કૌભાંડમા મુખ્ય આરોપીની ધરપકડ કરવામા આવી છે. શિક્ષણ વિભાગના હિશાબનીશે 7 કરોડથી વધુની છેતરપીંડી આચરી હતી. જોકે તેની પુછપરછમાં ઈસનપુર અને ગોવાના અન્ય બે આરોપીના નામ સામે આવ્યા છે. સાથે જ છેતરપિંડી કરીને મેળવેલી રકમ 197 જેટલા અલગ અલગ બેંક એકાઉન્ટમા જમા કરાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે પોલીસ તપાસ શરૂ કરવામા આવી છે. જોકે પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

શિક્ષણ વિભાગ બન્યું કૌભાંડોનો અખાડો, 7 કરોડના કૌભાંડ મુદ્દે સામે આવ્યા અનેક ચોંકાવનારા ખુલાસા

મૌલિક ધામેચા/અમદાવાદ : શિક્ષણ વિભાગમાં સામે આવ્યું એક મોટું કૌભાંડ અને વિભાગમાં થયેલા કૌભાંડમા મુખ્ય આરોપીની ધરપકડ કરવામા આવી છે. શિક્ષણ વિભાગના હિશાબનીશે 7 કરોડથી વધુની છેતરપીંડી આચરી હતી. જોકે તેની પુછપરછમાં ઈસનપુર અને ગોવાના અન્ય બે આરોપીના નામ સામે આવ્યા છે. સાથે જ છેતરપિંડી કરીને મેળવેલી રકમ 197 જેટલા અલગ અલગ બેંક એકાઉન્ટમા જમા કરાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે પોલીસ તપાસ શરૂ કરવામા આવી છે. જોકે પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

fallbacks

MORBI: મે તને પ્રેમ કર્યો એ જ મારો ગુનો? તારા પરિવારે અમને લોકોને પરેશાન કર્યા હું હવે જઉ છું

શહેરના કારંજ પોલીસની કસ્ટડીમા રહેલા આરોપીનુ નામ રાજેશ રામી છે. જે અમદાવાદની જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરે છે. વર્ષ 2016 થી આ કર્મીએ સરકાર સાથે 7 કરોડ 3 લાખની ઉચાપત કરી હોવાનુ સામે આવતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજેશ રામીએ પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરીને ખોટા દસ્તાવેજો બનાવી સરકારી તિજોરી માથી 7 કરોડથી વધુ રકમની ઉચાપત કરી હતી. જેથી પોલીસે તેની વિરમગામ પાસેથી ધરપકડ કરી છે. સરકારી રૂપિયાની ઉચાપત મામલે આરોપીની પુછપરછ કરતા ઈસનપુરના હાર્દિક પંડ્યા અને ગોવાના નદીમ નામના આરોપીના નામ સામે આવ્યા છે. ઉપરાંત રૂપિયા મેળવવા માટે 197 બેક અકાઉન્ટ નો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે.

મહેસાણામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 41 સખી મંડળની લોન પાસ, 1 મંડળને 1 લાખનું અપાશે ધિરાણ

આરોપી રાજેશ રામીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપીની કસ્ટડીમાં રહેતા સરકારી રેકોર્ડના બદલે ખોટા રેકોર્ડ ઉભા કરી ઉપરી અધિકારીઓને અંધારામાં રાખી તેઓની સહિઓ કરાવી અને ચેકમાં નામ બદલીને રકમ સાથે છેડછાડ કરી 7 કરોડ 3 લાખની છેતરપીંડી આચરી છે. ઉપરાંત આરોપી પાસેથી 197 બેક અકાઉન્ટની માહીતી મેળવતા તે અમદાવાદ, વડોદરા, મહેસાણા, ગોવાના હોવાનુ સામે આવ્યુ છે. જે એકાઉન્ટ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતો આરોપી હાર્દીક અને તેનો મિત્ર નદીમ લાવી આપતા હતા. જેથી તેની ધરપકડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે.

ભૂજ-ભચાઉની ધરા ધણધણી ઉઠી, 3.9 ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા

સરકારી તિજોરીમાંથી ખોટી રીતે 7 કરોડ પડાવી લેનાર આરોપી રાજેશ રામીની ધરપકડ બાદ તેના પરિવારના બેંક અકાઉન્ટમાંથી 25 લાખ રૂપિયા મળી આવ્યા. જે કબ્જે કરવામા આવ્યા. આરોપીએ માંડલનો ચાર્જ હતો ત્યારે પણ ઉચાપત કરતા ત્યાં પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉપરાંત પોલીસે અન્ય કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.ત્યારે પોલીસ તપાસમા ‌શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More