રાજકોટ/નવનીત લશ્કરી: રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. એટલું જ નહીં, ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજ્યમાં બાળકો પણ કોરાનાથી સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે વાલીઓ ચિંતિત છે. આ પરિસ્થિતિમાં હવે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ ઉઠી રહી છે. આ મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે.
કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે, બાળકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. તેમણે જણાવ્યું કે શિક્ષણમાં ઓનલાઈન માટે વિકલ્પ રહેશે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે અને ઓફલાઈન માટે નિયમ પાલન કડક રૂપથી જરૂરી હોવાનું જણાવ્યું છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, દરેક સ્કૂલોએ કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે. આરોગ્ય વિભાગ સાથે અમારી વાતચીત ચાલી રહી છે અને અનેકવાર અમારા વિભાગો દ્વારા પરિપત્રો પણ થયા છે. કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન થાય. આમ પણ વાલીની સંમતિથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હોય છે. એ પુનઃ એકવાર સંમતિપત્ર લેવાનું અને ડીપીઓ-ડીઇઓ દ્વારા એક ડ્રાઇવ લેવાનું પણ નક્કી કર્યું છે.
અમદાવાદની જાણીતી બે મોટી સ્કૂલોમાં કોરોના ઘૂસ્યો, વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં ખળભળાટ
વાઘાણીએ જણાવ્યું હતું કે, જે તે વિદ્યાર્થીઓ ઓફલાઇન ભણવા માંગે છે, તેમના માટે વ્યવસ્થા તાત્કાલિક રૂપે બને એના માટે શિક્ષણ વિભાગે સૂચનાઓ આપી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિઓ ધ્યાને રાખવામાં આવશે. પણ હાલ, આ પ્રકારની કડક સૂચનાઓ સાથે આપણી જે ગાઇડ લાઇન છે, તેની જાળવણી થાય તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે