બ્રિજેશ દોશી/ ગાંધીનગર: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ધોરણ 9થી 12માં હવે પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવાનો નિર્ણય કરાયો છે, જેના કારણે ધોરણ 9થી 12માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરાશે. ધોરણ 9થી 12માં અભ્યાસક્રમને વધુ સારું બનાવવા શિક્ષણ વિભાગ અલગ અલગ વિષયો પર વિચારણ કરી રહ્યું છે. જેમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત તરફ વળવા પ્રાકૃતિક ખેતી ખુબ જ જરૂરી છે. જેથી હવે ધોરણ 9થી 12માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવાનો નિર્ણય કરાયો છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાસાયાણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાના ભાગરૂપે ધો.9 થી 12ના અભ્યાસક્રમમાં ખાસ કરીને ધો.10-11 માં પ્રાકૃતિક ખેતીનો વિષય તરીકે ઉમેરો કરવાનું નકકી કર્યુ છે. ખેતીના પ્રકરણોમાં પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત છણાવટ કરવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 7 અલગ અલગ કોર્સને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અભ્યાસ કરનારા લોકો આત્મનિર્ભર બની શકે તેવા કોર્ષને મંજૂરી અપાઈ છે. પ્રાકૃતિક ખેતીના અભ્યાસ ધોરણ 9થી 12માં સમાવાશે, અને સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે વિદ્યાર્થીઓને ભણાવાશે. નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ એનો અભ્યાસ કરીને પગલાં ભરીશું. કોર્ટ જે કહે તે શિરોમાન્ય હોય છે.
અમદાવાદીઓ સાવધાન! આ રોગચાળાએ ચિંતા વધારી, સિવિલ OPDમાં 3500 લોકો દાખલ
પ્રાકૃતિક ખેતીના જાણકારોનું કહેવું છે કે આ કૃષિ એટલી સરળ છે કે તેનાથી જમીનની ફળદ્રુપતા ટકાવી શકાશે. પાણીનો વપરાશ 70 ટકા ઘટશે. આનાથી ગૌમાતા બચશે, આનાથી ખેડુત દેવાદાર બનવાથી બચશે, આ ખેતી પર્યાવરણને બચાવશે, આ કૃષિને કારણે રોગથી મરતા લોકો બચી જશે. આ એક કાર્ય દ્વારા 6 વસ્તુઓ સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે