Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ સહિત આ જિલ્લાઓની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ, લેવાયો મોટો નિર્ણય

28મી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહિસાગરમાં તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આવતી કાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

અમદાવાદ સહિત આ જિલ્લાઓની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ, લેવાયો મોટો નિર્ણય

Gujarat Rains: રાજ્યમાં હાલ ભારે વરસાદની સ્થિતિને કારણે આવતીકાલે 28મી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહિસાગરમાં તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આવતી કાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વરસાદની સ્થિતિના કારણે તંત્ર સાથે ચર્ચા બાદ કલેક્ટર દ્વારા ધડાધડ નિર્ણય લેવાયા છે. ભારે વરસાદના પગલે આવતી કાલે 15 જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ખેડા, મહીસાગર, પોરબંદર સહિતના જિલ્લાની શાળા-કોલેજોમાં રજા છે.

fallbacks

વડોદરામાં વરસાદ કરતાં વિશ્વામિત્રીએ વેર્યો વિનાશ! એક ક્લિકે જાણો શુ છે શહેરની સ્થિતિ

વરસાદના કારણે બીજા દિવસે પણ શાળાઓ બંધ રહેશે. વડોદરા બાદ અમદાવાદની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વરસાદને લઇ શાળાઓને સૂચના અપાઇ છે. અમદાવાદની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઇ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOએ શાળાઓને સૂચના આપી છે. ભારે વરસાદના પગલે કાલે 15 જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને ખેડા, મહીસાગર, પોરબંદર, મોરબી, દાહોદ અને જૂનાગઢમાં પણ શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

ગુજરાતમાં કુદરત કોપાયમાન! રમકડાંની માફક વહી કાર, જાણો વરસાદે ક્યાં કેવો વિનાશ વેર્યો

નોંધનીય છે કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More