Home> Gujarat
Advertisement
Prev
Next

ખેડૂતો બાદ માછીમારોની કમર તોડશે ‘મહા’ મુસીબત, દરિયામાં કરંટને કારણે કિનારે થંભી ગઈ હજ્જારો બોટ

મહા વાવાઝોડા (maha cyclone) ની અસર સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર મોટાપાયે જોવા મળી રહી છે. મહા વાવાઝોડાની દેહશત અંગે ફિઝરીશ સહિતનાં વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગુજરાતના દરિયા કાંઠાનાં અનેક બંદરોએ માછીમારો (Fishermen) ને ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો માછીમારો એ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી છે. આ કારણે મોટાભાગના બંદરોનાં કાંઠે માછીમારોની હોડીઓનું મસમોટું પાર્કિંગ જોવા મળ્યું છે. 

ખેડૂતો બાદ માછીમારોની કમર તોડશે ‘મહા’ મુસીબત, દરિયામાં કરંટને કારણે કિનારે થંભી ગઈ હજ્જારો બોટ

અમદાવાદ :મહા વાવાઝોડા (maha cyclone) ની અસર સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર મોટાપાયે જોવા મળી રહી છે. મહા વાવાઝોડાની દેહશત અંગે ફિઝરીશ સહિતનાં વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગુજરાતના દરિયા કાંઠાનાં અનેક બંદરોએ માછીમારો (Fishermen) ને ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો માછીમારો એ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી છે. આ કારણે મોટાભાગના બંદરોનાં કાંઠે માછીમારોની હોડીઓનું મસમોટું પાર્કિંગ જોવા મળ્યું છે. 

fallbacks

Breaking : બ્રેકિંગ - મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી આવતા ધીમે ધીમે નબળું પડશે

મહા વાવાઝોડુાની મહા અસરથી સાવચેત થઈને ગુજરાતના અનેક બંદરોના માછીમારો એલર્ટ મોડ પર આવી ગયા છે. માછીમારો સલામત સ્થળે પોતાની બોટ પાર્કિંગ કરી રહ્યા છે. મહા વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો બીજી તરફ, દરિયામાં દૂર સુધી માછીમારી કરવા જવા પર પ્રતિબંધનાં કારણે માછીમાર સમુદાય આર્થિક મુશ્કેલીમાં મૂકાયો છે. તેઓએ દરિયા કાંઠે પોતાની હોડીઓ લાંગરી દીધી છે. મહા નામનાં વાવાઝોડાથી માછીમારો પણ ભયભીત બન્યા છે.

છઠ પૂજામાં મહિલાઓ સેંથાથી નાક સુધી લાંબું સિંદૂર લગાવે છે, બહુ જ ફાયદાની છે આ પ્રથા 

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહા વાવાઝોડાના સંદર્ભે સૂચનાઓ આપવાની શરૂઆત કરાઈ છે. મહા વાવાઝોડું તારીખ 6 નવેમ્બર થી ૮ નવેમ્બર દરમિયાન ગુજરાતના દરિયા કિનારા પાસે અસર કરે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી સ્થાનિક કક્ષાએ બેઠકો બોલાવી તકેદારીના પગલા ભરવા આદેશ કર્યા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં પણ 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી બચાવ રાહત કામગીરી માટે જરૂરી તમામ પગલાં ભરવાના આદેશો કર્યા છે. રાજ્ય સરકારે દરિયા કિનારાના તમામ કલેકટરોને આદેશ કર્યા છે. 

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી માટેની 8000 ગુણ મગફળી પલળી

ઉનામાં બોટની જળસમાધિ
ઉનાના સૈયદ રાજપરા ગામ ના દરીયા કિનારે પરત ફરી રહેલ બોટે જળ સમાધિ લીધી છે. લ્લેખનીય છે મહા વાવાઝોડાની અસર દીવ તથા ઉનાના દરિયામાં જોવા મળી રહી છે. ત્યારે આ બોટે જળસમાધિ લીધી હતી. આ બોટને બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તે ડૂબી હતી. બોટમાં સવાર 8 ખલાસીઓનો અન્ય બોટ દ્વારા બચાવ થયો હતો.

માછીમાર ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને પણ એલર્ટ કરાયા છે. પહેલા વાયુ, પછી કયાર અને ત્યાર બાદ હવે મહા નામનું વાવાઝોડું ગુજરાતના ખેડૂતો અને સાગર ખેડૂતો (માછીમારો)ની કમર તોડશે. મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાનો માર સહન કરવો પડશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More