Home> Gujarat
Advertisement
Prev
Next

આગકાંડ બાદ ચર્ચામાં આવેલા IPS રાજુ ભાર્ગવને ફરી પોસ્ટિંગ! IAS બાદ 8 IPS અધિકારીઓની બદલી

આઠ આઇપીએસ અધિકારીઓની  બદલીમાં અગ્ર સચિવ મમતા વર્માને ઉદ્યોગ, ખાણ અને ખનીજમાં મુકાયા છે. જ્યારે અગ્ર સચિવ મુકેશકુમારને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મુકાયા છે. વર્લ્ડ બેંકમાંથી પરત ફરેલા રાજીવ ટોપનોને ચીફ ટેક્સ કમિશનર અમદાવાદમાં મુકાયા છે.

આગકાંડ બાદ ચર્ચામાં આવેલા IPS રાજુ ભાર્ગવને ફરી પોસ્ટિંગ! IAS બાદ 8 IPS અધિકારીઓની બદલી

Gujarat Government IPS Transfer Ordered: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ એક સાથે 18 IAS અધિકારીઓની બદલી બાદ હવે 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે.

fallbacks

જયંતિ રવિની ફરી ગુજરાતમાં વાપસી! એક સાથે 18 IAS અધિકારીઓની બદલીના આદેશ

રાજ્યમાં 8 IPS અધિકારીઓની બદલી નીચે મુજબ કરાઈ છે.

  • IPS રાજુ ભાર્ગવ ADGP, આર્મ્સ યુનિટ, ગાંધીનગર
  • IPS વિકાસ સુંડાને રાજ્યપાલના ADC બનાવાયા
  • IPS બિશાખા જૈનને SRPF ગ્રુપ-4ના કમાન્ડન્ટ બનાવાયા
  • રાજકોટ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ IPS રાઘવ જૈન
  • સ્ટેટ ટ્રાફ્રિક બ્રાંચ-1ના સુપ્રિ.ડૉ.જે.એમ.અગ્રવાલ
  • વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિ. IPS ડૉ.નીધિ ઠાકુર
  • IPS કે.સિદ્ધાર્થને રાજ્યપાલના ADCનો વધારાનો ચાર્જ
  • SCRB, DCIના સુપ્રિટેન્ડેન્ટ IPS જે.એ.પટેલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More