બુરહાન પઠાણ/આણંદ : ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓમાં અંદરોઅંદર હોડ જામી છે. આણંદના સોજીત્રા નગર પાલિકાના ભાજપના 5 કાઉન્સિલરોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે. સોજીત્રામાં ભાજપના 5 કાઉન્સિલરો દ્વારા પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે. સંગઠનનાં હોદ્દેદારો દ્વારા બદનામ કરાતા હોવાનું કારણ આપીને રાજીનામા આપવામાં આવ્યાં છે. સોજીત્રામાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કાઉન્સિલરોની નારાજ સામે આવી છે. જેથી ભાજપના 5 સભ્યોએ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા આપ્યાં.
ભાજપમાંથી રાજીનામાં આપનાર સભ્યો
ખોટી રીતે બદનામ કરાયાો કાઉન્સિલરોનો આક્ષેપ
સોજીત્રામા એકસાથે પાંચ કાઉન્સિલરના રાજીનામા પડતા જ રાજકારમાં ગરમાવો આવ્યો છે. તમામ કાઉન્સિલરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સોજીત્રા ભાજપ સંગઠનના કેટલાંક હોદેદારો તેમને ખોટી રીતે બદનામ કરી રહ્યાં છે. તેમના વિસ્તારના વિકાસનાકામો ધ્યાને લેવામાં આવતાં નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે