Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત : કોવિડ હોસ્પિટલમાં એક્ઝિ. એન્જિનિયર પાંચમા માળેથી નીચે પટકાયા, મોત થયું

સુરતમાં સ્ટેમસેલ બિલ્ડીંગમાં દુખદ ઘટના બની. અહીં નવી રહેલી કોવિડ હોસ્પિટલના પાંચમા માળેથી ઇલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું નીચે પટકાઈને મોત નિપજ્યું છે. સુપરવિઝન કરવા ગયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત શિહોરા અચાનક નીચે પટકાયા હતા. પરંતુ તેઓ બચી શક્યા ન હતા.  

સુરત : કોવિડ હોસ્પિટલમાં એક્ઝિ. એન્જિનિયર પાંચમા માળેથી નીચે પટકાયા, મોત થયું

તેજશ મોદી/સુરત :સુરતમાં સ્ટેમસેલ બિલ્ડીંગમાં દુખદ ઘટના બની. અહીં નવી રહેલી કોવિડ હોસ્પિટલના પાંચમા માળેથી ઇલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું નીચે પટકાઈને મોત નિપજ્યું છે. સુપરવિઝન કરવા ગયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત શિહોરા અચાનક નીચે પટકાયા હતા. પરંતુ તેઓ બચી શક્યા ન હતા.  

fallbacks

આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો? હજારોના ટોળાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા

કોવિડ હોસ્પિટલમાં વધારાની બેડની વ્યવસ્થા કરવા માટે CMએ જાહેરાત કરી હતી. 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા ઈજનેરનો મૃત જાહેર કરાયા હતા. ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત વી શિહોરાનું મોત નિપજતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જશવંત શિહોરા સુપરવિઝન માટે કોવિડ હોસ્પિટલમાં ગયા હતા. કોવિડ હોસ્પિટલના પાછળના ભાગમાં પાંચમા માળેથી નીચે પટકાયા હતા. ત્યારબાદ 108 મારફતે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના મોતના આંકડા પર ઢાંકપિછોડો કરાયો 

તો બીજી તરફ, આજે એક પાલિકા કર્મચારીને ઘેરી લેવાયા હતા. પાલનપુર પાટિયા વિસ્તારમાં પાલિકાની ટીમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખનારાઓ પાસે દંડ વસૂલવા ગઈ હતી. જેના બાદ મનપા કર્મચારી અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. પાલિકાના કર્મચારીઓને દુકાનદારોએ ઘેરી લીધા હતા. પાલિકાના કર્મચારીઓ પોતે સરખી રીતે માસ્ક નહિ પહેરતા લોકો રોષે ભરાયા હતા. આર્થિક સંકડામણ વચ્ચે દંડ વસૂલવા ગયેલા પાલિકાના કર્મચારીઓ સામે દુકાનદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓ પોતે સોશિયલ ડિસ્ટન્સિંગ ના રાખવા અને માસ્ક ન પહેરવાનો આક્ષેપ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More