Ahmedabad Jagannath Temple : ગજરાજને માર મારવાનો વાયરલ થયેલો વીડિયો અમદાવાદ હાથીખાનાનો હોવાનું સામે આવ્યું. જગન્નાથના મંદિરના મહાવત આગેવાન જગદીશદાસજીએ કબૂલાત કરી કે, અમે મહાવતની તપાસ કરી રહ્યાં છે.
ગજરાજને લાકડી માર મારવાના વાયરલ વીડિયોનું આખરે સત્ય સામે આવ્યું છે. આ વીડિયો અમદાવાદનો જ હોવાની પુષ્ટી થઈ છે. જગન્નાથ મંદિરના હાથીખાનાનો વીડિયો હોવાની કબૂલાત કરી. વીડિયો મામલે ઢાંક પિછોડો કરતા મંદિર ટ્રસ્ટીએ કહ્યું કે, હાથીને માર મારતા વિડીઓમાં લાકડી નાનકડી છે.
મહાવતે નિર્દયતાથી હાથી પર લાકડીઓ વરસાવી, હાથીને ઢોર માર મારતો વીડિયો થયો વાયરલ #Viralvideo #Ahmedabad #Elephant #cruelty #Gujarat #ZEE24Kalak
(Z 24 કલાક વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતું) pic.twitter.com/tN0Hs1moKa
— Zee 24 Kalak (@Zee24Kalak) June 29, 2025
આટલી નાની લાકડીથી હાથીને કંઇ ન થાય - મંદિરના ટ્રસ્ટી
હાથીને માર મારતા વાયરલ વીડિોય મામલે મામલે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું કે, આ મામલે ગાયકવાડ પોલીસ સ્ટેશનેથી કોલ આવ્યો. હાથીને માર મારતા વીડિયોમાં લાકડી નાનકડી છે. મહાવત માર મારતો હતો કે હાથી સાથે રમત રમતો હતો એ જોવાનું છે. ઘણીવાર મહાવત હાથી સાથે આ રીતે રમતો પણ હોય છે. વીડિયોમાંનો હાથી રાજસ્થાનથી રથયાત્રામાં ભાગ લેવા આવ્યો હતો, મહાવત ભાગી ગયો છે. વીડિયો બનાવનારે મંદિર પ્રસાશનને જાણ કરવી જોઈતી હતી. કોણે કયા હેતુથી વીડિયો બનાવ્યો એ તપાસનો વિષય છે. આટલી નાની લાકડીથી હાથીને કંઇ ન થાય. મહાવતે પૈસા લઈને વીડિયો બનાવ્યો કે કેમ તેની તપાસ કરાઈ રહી છે.
તો રથયાત્રા દરમ્યાન હાથી બેકાબૂ થવા મામલે મંદિર ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાને આગળ વધારવા પોલીસ સતત દબાણ કરતું હોય છે. જેના કારણે બિનજરૂરી વહીસલ વગાડાતી હોવાથી હાથી ગભરાયા હતા.
મહાવતે નિર્દયતાથી હાથી પર લાકડીઓ વરસાવી, રથયાત્રામાં બેકાબૂ થયેલા હાથીને માર માર્યાની ચર્ચા
- Z 24 કલાક વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતું #Ahmedabad #Elephant #ViralVideo #ZEE24Kalak #Gujarat pic.twitter.com/RisLHfQWYA— Zee 24 Kalak (@Zee24Kalak) June 29, 2025
હાલ હાથીને સુરક્ષિત જગ્યાએ રખાયો છે - મહાવત આગેવાન
રથયાત્રામાં ગજરાજ દ્વારા કરાયેલી દોડધામનો મામલે મહાવત આગેવાન મહંત જગદીશ દાસજીએ કહ્યું કે, આટલા વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આ બન્યું, જે બનવું નહતું જોઈતું. પ્રાથમિક રીતે રથયાત્રા આગળ વધારવા પોલીસકર્મીઓ સતત દબાણ કરતા હોવાનું તારણ સામે આવ્યું છે. રથયાત્રા સમયસર અને વિનાવિઘ્ને સંપન્ન થાય એ પોલીસ વિભાગના પ્રયત્નો હોય છે, પણ હાથીઓના સંચાનલમાં અમારે પૂરતી સ્વતંત્રતા મળે એ જરૂરી છે. પોલીસને તમામ સહકાર આપવો અમારી ફરજ અને જવાબદારી છે પણ હાથીઓને કન્ટ્રોલ અને આદેશ આપવાનું કામ પોલીસનું નથી. સતત વ્હીસલના અવાજ અને લાકડીઓ ઉઠતી જોતા હાથી ઉશ્કેરાયો હતો, અને પોતે બચવા માટે માણસોથી દૂર ભાગ્યો હતો. હું પોતે એજ હાથી સાથે હતો જ્યાં હાથી આગળ જઈને રોકાઈ ગયો હતો, પણ પાછળથી કેટલાક લોકો ફરી લાકડીઓ લઈને દોડ્યા એટલે હાથી પોતે બચવા ખુલ્લી જગયામાં દોડ્યો. આખી ઘટનામાં હાથી પોતાના બચાવ માટે દોડે છે, નહિ કે કોઈના પર હુમલો કરવા. આ અનુભવને જોતા આગામી વર્ષ માટે અમે પ્રસાશનને હાથી સંચાલન માટે ખાસ વિનંતી કરીએ છીએ. વન વિભાગ, ઝૂ વિભાગે પણ પોતાની જવાબદારી નિભાવી હતી. પણ ગજરાજના સ્વભાવ અને વર્ણનથી અમે વધુ વાકેફ હોઈએ છીએ. બલરામ નામનો એ હાથી સંપૂર્ણ સ્વસ્થ હતો અને હાલ નોર્મલ અને સંપૂણ સ્વસ્થ છે, જેને એક શાંતિપૂર્ણ જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
કોંગ્રેસમાં પાટીદાર નેતાઓએ નવો મોરચો માંડ્યો, સુકાન પદ માટે દિલ્હી સુધી લગાવ્યો દાવ
વીડિયોમાં જોવાતો હાથી રથયાત્રામાં દોડધામ કરનાર હાથી નથી
બીજી તરફ હાથીને માર મારતા વાયરલ વીડિયો મામલે મહંત જગદીશદાસજીએ કહ્યું કે, જે વીડિયો આવ્યો એ અત્યંત નિંદનીય છે. પણ આ વીડિયો ક્યારનો છે એની તપાસ કરી રહ્યા છીએ. અહીંયા અમારા કાયમી ઉપરાંત રથયાત્રા સમયે આવતા સેવકો પણ હોય છે. માર મરનારની ઓળખ અમે પણ કરી રહ્યા છીએ. કોઈપણ પ્રાણી હોય, એમની પર ક્રૂરતા યોગ્ય નથી. વીડિયોમાં જોવાતો હાથી રથયાત્રામાં દોડધામ કરનાર હાથી નથી. તપાસના અંતે જે સત્ય સામે આવશે એ મુજબ કાર્યવાહી કરીશું
હાથી પર ક્રુરતા મામલે સવાલો ઉઠ્યા
અમદાવાદ રથયાત્રામાં ગજરાજ બેકાબુ બનવાનો મામલો અને ગજરાજ પર બર્બરતાનો મામલો ગરમાયો છે. જ્યોતિર્નાથ મહારાજે તંત્ર પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, હાથીને કાબુમાં કરવા ઇન્જેક્શન આપવામાં આવ્યા અને મંદિરે લઈ જઈ ક્રૂરતા દાખવવામાં આવી. જ્યારે હાથીને લઈને નીકળો છો ત્યારે પાછળ થી DJ અને સિસોટી જેવા અવાજો કરવામાં આવતા હતા. હાથીને લઈને નીકળો છો તો એ પ્રમાણે ડિસ્ટન્સ પણ રાખવું જોઈતું હતું. પ્રાણી પ્રેમથી વશ થાય છે. તમે તો વર્ષોથી તેને રાખો છો. ક્રૂરતા દાખવનાર સામે સરકારે અને જીવ દયા પ્રેમીઓએ એક્શન લેવા જોઈએ. બાંધીને શું મારો છો, છુટ્ટો કરીને મારો તો ખબર પડે શું થાય. હાથી પર કરવામાં આવેલી બર્બરતા અને ક્રુરતાને અમે વખોડીએ છીએ. કેમ વન વિભાગ આમાં દોડી ન ગયું? શું આ રાજકીય અખાડો છે?
પાટીદારોની બેઠકમાં હાર્દિક પટેલ ગેરહાજર : નારાજ નેતાઓએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે