Home> Gujarat
Advertisement
Prev
Next

PMને જોઈ રડતા યુવકે કીધું આ પેન્ટિંગ પર મોદીની સહી બાદ મારા માટે સૌથી અમૂલ્ય, 'ઘરમાં સજાવીને રાખીશ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના સુરત પ્રવાસે હતા, હાલ તેઓ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. પરંતુ પીએમ મોદીએ શુક્રવારે જાહેરસભાને સંબોધવા લિંબાયત વિસ્તારમાં પહોંચ્યા. જ્યાં સભા સ્થળ પરના પંડાલમાં પીએમ મોદી ખુલ્લી જીપમાં સ્ટેજ પર જઈ રહ્યા હતા. 

PMને જોઈ રડતા યુવકે કીધું આ પેન્ટિંગ પર મોદીની સહી બાદ મારા માટે સૌથી અમૂલ્ય, 'ઘરમાં સજાવીને રાખીશ'

પ્રશાંત ઢીવરે/સુરત: લિંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસભામાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.ઉધનામાં રહેતો ઓમ ચૌધરી જેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માતા હીરાબાનું પેઇન્ટિંગ કર્યું હતું.જે પ્રિન્ટિંગ સાથે ઉભા ઓમ ચૌધરી જનસભામાં ભાવુક થઈ રડી રહ્યો હતો. જે જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો રોકાવ્યો હતો. પેઇન્ટિંગ હાથમાં લઈએ તેની ઉપર ઓટોગ્રાફ કર્યો હતો. જે દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

fallbacks

આવી ગઈ ગુજરાતીઓ માટે સૌથી ખતરનાક આગાહી! કયા જિલ્લાના લોકોએ ખુબ જ સાચવવું પડશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના મહેમાન બન્યા હતા. ગત રોજ પ્રધાનમંત્રીએ સુરત શહેરના લિંબાયત ખાતે આવેલ નીલગીરી ગ્રાઉન્ડમાં ભવ્ય સભા યોજી હતી. સભા પહેલા તેઓ પર્વત પાટિયા હેલીપેડ થી લઇ નીલગીરી સર્કલ સુધી ભવ્ય રોડ યોજ્યો હતો .ત્યાર બાદ તેઓ ખુલી જીપ માં ડોમમાં પ્રવેશ્યા હતા. લાખોની સંખ્યામાં તેમના ચાહકો પોતાના મોબાઈલમાં આ ક્ષણકેત કરી રહ્યા હતા. દરમિયાન એક મોદી ચાહક હાથમાં પ્રધાનમંત્રીની માતા હીરાબા અને પ્રધાનમંત્રી નું પેઇન્ટિંગ લઈને ઉભો હતો અને મોદીને જોઈ એકાએક રડવા લાગ્યો હતો.

ગુજરાતના લોકો વિકલ્પ ઇચ્છે છે ભાજપની B ટીમ નહીં, કોંગ્રેસ નેતા પર ભડક્યા રાહુલ ગાંધી 

આ રડતા યુવક પર પ્રધાનમંત્રીની નજર પડી હતી. પ્રધાનમંત્રીએ તાત્કાલિક પોતાનો કાપલો અટકાવી દીધો હતો અને રડી રહેલા યુવક પાસેથી પેન્ટિંગ મંગાવી લીધી હતી. યુવક મોદીને એક નજરે જોતા રહ્યો હતો અને રડવા લાગ્યો હતો. મોદીએ આ પેન્ટિંગ પર પોતાની સહી કરી યુવક પેન્ટિંગ બદલ અભિનંદન પાઠવ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતા યુવકના ઘરે ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી. 

પોરબંદરની ખૌફનાક ઘટના! પત્નીની હત્યા કરીને પોતે પણ લટકી ગયો! 2 માસૂમ બાળકો નોધારા

સૂરતના ઉધના વિસ્તારમાં રહેતો ઓમ ચૌધરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક છે. ઓમ ચૌધરી હાલ બીએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે અને એમને પેઇન્ટિંગ કરવાનો ઘણો શોખ છે. અમે અને કો વખત પ્રધાનમંત્રીની પેઇન્ટિંગ બનાવી જ્યારે પણ સુરતમાં પ્રધાનમંત્રીની સભાઓ થઈ છે. ઓમ ત્યાં પહોંચી જતો હતો, પરંતુ સિક્યુરિટીના કારણે ઓમ પ્રધાનમંત્રી સુધી પહોંચી શકતો ન હતો અને તેની પેઇન્ટિંગ આપવાની ઇચ્છા અધૂરી રહી જતી હતી.

ભયાનક આંધી-તોફાન સાથે ભારે વરસાદ! ગુજરાતમા પ્રિ-મોન્સુનની અસર, આ વિસ્તારોનુ આવી બનશે

ગત રોજ પણ ઓમ પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી ના માતા હીરાબા ના સાથેની પેન્ટિંગ બનાવીને લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો. ડોમમાં ખુલી જીપમા પ્રધાનમંત્રી પ્રવેશ પ્રવેશ્યા હતા.આ યુવક પ્રધાનમંત્રી ની સામે આ પેન્ટિંગ લઈને ઉભો રહી ગયો હતો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નજીકથી જોઈને રડવા લાગ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવકને રડતા જોવાની સાથે જ પોતાનો કાફલો અટકાવી દીધો હતો. અને સિક્યુરિટીને કહીને યુવક પાસેથી પેન્ટિગ માગવી હતી. યુવકને પોતાનું નામ પૂછીને  પેન્ટિંગ પર અભિનંદન ઓમ ચૌધરી લખીને પ્રધાનમંત્રીએ એના પર સહી કરી હતી. 

Jio, Airtel, Vi અને BSNL યુઝર્સ છો? તો હવે બલ્લે બલ્લે! 200 રૂપિયાથી ઓછા પ્લાને...

હાલ ઓમ ચૌધરીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચામાં આવ્યો છે. ઓમ ચૌધરીને સગા સંબંધી મિત્રો ફોન આવી રહ્યા છે. ત્યારે યુવકની વર્ષોથી પ્રધાનમંત્રીને મળવાની ઈચ્છા પૂર્ણ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More