Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં રોજગાર: AIIMS માં સરકારી નોકરીઓનો વરસાદ, તમામ વિગતો મેળવો માત્ર એક ક્લિક પર

ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટને ફાળવવામાં આવી છે. જેનું ખાત મુહૂર્ત 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કરવામાં આવશે. 750 બેડની આ હોસ્પિટલમાં ડોક્ટરીનો અભ્યાસ પણ કરાવવામાં આવશે. જો કે એઇમ્સમાં હજારો લોકોને રોજગાર પણ મળશે. સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લોકોને અહીં રોજગારી મળશે.

રાજકોટમાં રોજગાર: AIIMS માં સરકારી નોકરીઓનો વરસાદ, તમામ વિગતો મેળવો માત્ર એક ક્લિક પર

રાજકોટ : ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટને ફાળવવામાં આવી છે. જેનું ખાત મુહૂર્ત 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કરવામાં આવશે. 750 બેડની આ હોસ્પિટલમાં ડોક્ટરીનો અભ્યાસ પણ કરાવવામાં આવશે. જેમાં વિશ્વનાં નિષ્ણાંત કક્ષાનાં તજજ્ઞો તૈયાર થશે. આ અંગે હોસ્પિટલનાં ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદિપ સિંહાએ જણાવ્યું કે, AIIMS ના સંચાલન માટે 5000 થી પણ વધારેના સ્ટાફની જરૂર પડશે. જેના માટે ટૂંક જ સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંન્ને ક્ષેત્રમાં ખુબ જ મોટી રોજગારીનું સર્જન થશે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડોક્ટર્સની ટીમ અહીં સેવા આપશે.

fallbacks

બેફામ બન્યા ભાજપના નેતા, હવે મોરબીમાં બર્થડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાડ્યા

શ્રમદિપસિંહાના અનુસાર ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ OPD થી માંડીને ટ્રોમા સુધી ઇમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે. 200 એકરની જગ્યામાં નિર્માણ પામનારા એઇમ્સનાં તબીબી વિદ્યા શાખાનાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કોલેજ પણ કાર્યરત થશે. બંન્ને શાખામાં તબીબ, પેરામેડિકલ, લેબ, ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, ક્લેરીકલ વર્ક, એચઆર, સેનેટરી ઇન્સપેક્ટર જેવા અનેક ક્ષેત્રનાં લોકોની જરૂરિયાત ઉભી થશે. આ ઉપરાંત શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, સપોર્ટિંગ સ્ટાફની જરૂરિયાત પેદા થશે. 

મનસુખ વસાવાના રાજીનામા વિશે સીઆર પાટીલનું મોટું નિવેદન

શ્રમદિપ સિંહાના અનુસાર એઇમ્સના નિર્માણથી ગુજરાતનાં દર્દીઓને કેટલીક વિશિષ્ટ સારવાર માટે ગુજરાત બહાર નહી જવું પડે. ગુજરાતમાં જ વૈશ્વિક કક્ષાની સારવાર મળી રહેશે. એઇમ્સ અને મલ્ટીપલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જવાની જરૂર નહી પડે. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ પણ અહીં લાગુ પડશે. નજીવા દરે દર્દીઓને અહીં સારવાર મળી રહેશે. જેથી એક પ્રકારે ગુજરાતનાં તબીબ ક્ષેત્રે એક અનોખી ક્રાંતિનું સર્જન થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More