Home> Gujarat
Advertisement
Prev
Next

રસીકરણ મુદ્દે હેલ્થ વર્કર્સમાં ખુબ જ ઉત્સાહ, એક દિવસમાં રેકોર્ડ 762 લોકોએ રસી લીધી

રસીકરણ મુદ્દે હેલ્થ વર્કર્સમાં ખુબ જ ઉત્સાહ, એક દિવસમાં રેકોર્ડ 762 લોકોએ રસી લીધી

* આજે રેકોર્ડ બ્રેક 762 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધા હતા. 

fallbacks

અતુલ તિવારી/અમદાવાદ : કોરોના રસીકરણના સાતમાં દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો. આજે સિવિલ હોસ્પિટલના વેક્સિન કેન્દ્રમાં નવા 3 વેક્સિન રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા. આજ રોજ કુલ 762 હેલ્થકેર વર્કરોએ કોરોના રસીકરણના ડોઝ લઇને સ્વંયમને કોરોના સામેના અભેદ કવચથી સુરક્ષિત કર્યા હતા.

Gujarat Corona Update: નવા 346 કેસ, 602 રિકવર થયા, 2 લોકોના મોત
 
સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના તબીબો, પેરામેડિકલ, નર્સિંગ સ્ટાફ, સીક્યુરીટી કર્મીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહારસીકરણ અભિયાનમાં પોતાનો અતૂટ ભરોસો પ્રતિબિંબિત કર્યો હતો. સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમાં સેન્ટરમાં આજે નવા 3 કોરોના વેક્સિનેસન રૂમ તૈયાર કરીને રસીકરણ માટે કોઇપણ જાતની તકલીફ ઉભી ના થાય તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસામાજીક તત્વોએ દાવેદારી નોંધાવતા દરેક પક્ષોમાં વિમાસણ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કુલ 641 હેલ્થકેર વર્કરોએ છ દિવસના રસીકરણ અભિયાનમાં જોડાઇને કોરોના રસી લીધી હતી. હવે સાત દિવસના રસીકરણ બાદ સિવિલ હોસ્પિટલમાં રસી લેનાર હેલ્થકેર વર્કરોની સંખ્યા 1403 થઇ છે. આજે 762 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો જેમાં 350 પુરુષો અને 412 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More