Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણાનો આજે 661મો સ્થાપના દિવસ, જાણો શું છે તેનો ઇતિહાસ

આજથી 661 વર્ષ પહેલા મહેસાણાની સ્થાપના કરવામાં આવી હતી. પહેલાનું મહેસાણા અને આજનું મહેસાણામાં ઉતરોતર વિકાસ તો થઇ રહ્યો છે. સાથે રાજકારણથી લઇને દૂધ અને અન્ય વસ્તુઓમાં પણ મેહસાણા મોકરનું સ્થાન ધરાવે છે. ચાલો જાણીએ શું છે મહેસાણાનો ઇતિહાસ....

મહેસાણાનો આજે 661મો સ્થાપના દિવસ, જાણો શું છે તેનો ઇતિહાસ

મહેસાણા: આજથી 661 વર્ષ પહેલા મહેસાણાની સ્થાપના કરવામાં આવી હતી. પહેલાનું મહેસાણા અને આજનું મહેસાણામાં ઉતરોતર વિકાસ તો થઇ રહ્યો છે. સાથે રાજકારણથી લઇને દૂધ અને અન્ય વસ્તુઓમાં પણ મેહસાણા મોકરનું સ્થાન ધરાવે છે. ચાલો જાણીએ શું છે મહેસાણાનો ઇતિહાસ....

fallbacks

મહેસાણામાં આજથી 661 વર્ષ પહેલા મા જગદંબાની હાજરીમાં મહેસાણા ગામનો પાયો નખ્યો હતો. જેમાં મા જગદંબાએ 7 નારિયેળનું તોરણ બાંધીને મહેસાણની સ્થાપના કરવામાં આવી હતી. જેથી આજે આ મંદિરને તોરણવાળી માતાના નામથી ઓળખવામાં આવે છે. મેસાજીએ વિક્રમ સંવત 1414ના ભાદ્રપદ સુદ દસમે આ તોરણ બાંધી શહેર વસાવ્યું હતું. મેસાજી ચાવડાના પિતાજી પુંજાજી ચાવડાની બહાદુરી પર ખુશ થઇને અલાઉદ્દીન ખીલજીએ 284 ગામ ભેટમાં આપ્યા હતા. તેથી પુંજાજી ચાવડાએ અંબાસણ ગાદી સ્થાપીને ત્રણ દીકરા પૈકી મેસજી ચાવડાને મહેસાણા તરફનો પટ્ટો આપ્યો હતો. મેસાજીએ મહેસાણા ગામનું તોરણ બાંધ્યું હતું. તેથી મેસાજીના નામ થકી મહેસાણા નામે આ ગામનું નામ નોંધાયું હતું.

fallbacks

મહેસાણા શહેરના આજે 661માં સ્થાપના દિવસ નિમિતે તોરણવાળી માતા મંદિરમાં નવચંડી યજ્ઞ તેમજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. મેસાજી ચાવડાએ વિક્રમ સંવત 1414ના ભાદ્રપદ સુદ 10ના રોજ તોરણવાળી માતાની સાક્ષીએ ‘તોરણ’ બાંધી ચાવડા રાજપૂત મેસાજીએ મહેસાણા વસાવ્યું હતું. જેમાં બારોટ અને બ્રહ્મભટ્ટ કોમને મહેસાણાના વિકાસ માટે કાર્યભાર સંભાળવા આપ્યો હતો. ત્યારથી બારોટ સમાજમાં તોરણવાળીને કુળદેવી સ્વરૂપે માને છે. આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભાદરવા સુદ દસમે શહેરના સ્થાપના દિવસ નિમિત્તે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.

fallbacks

જ્યારે મેસાજી ચાવડાએ આ મહેસાણાનો વિકાસ કર્યો ત્યારે તે સ્વસ્તિક આકરમાં કર્યો હતો જેથી પુરા શહેરનો વિકાસ થાય. મહેસાણાની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે જુના મહેસાણાનો કુલ ઘેરાવો 3 કિ.મી. હતો અને કર્ક્વૃતની પશ્ચિમ દિશામાં આજે મહેસાણા એક અને બે એમ મહેસાણાનો વિકાસ ધીમે ધીમે વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કર્કવૃત્તથી ઉત્તરે આ શહેર આવેલું હોવાના કારણે આ શહેર કર્કવૃત્તના ચુંબકીય પ્રભાવના કારણે મેહસાણા આગવું સ્થાન ધરાવે છે.

fallbacks

મહેસાણા જિલ્લામાં ઘણા બધા ઐતિહાસિક સ્મારકો આવેલા છે. જેમાંનું સૌથી પ્રખ્યાત એવું મોઢેરાનું સૂર્ય મંદિર, બહુચરાજી વળી મા બહુચર. મહેસાણા જિલ્લાની બોલી આખાય ગુજરાતમાં સૌથી આગવું સ્થાન ધરાવે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ તો તમને મહેસાણાના રહેવાસી જરૂરથી મળશે. અને તે રાજકીય પણ હશે અને વ્યવસાયમાં પણ આગળ જાશે તેવું માનવામાં આજે પણ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More